Get The App

એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ

Updated: Apr 1st, 2020

GS TEAM

Google News
Google News
એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 1 - image


મૂંબઇ, 1 એપ્રિલ, 2020, બુધવાર

ધારાવીનું નામ પડે એટલે તરત જ માનસપટ પર મુંબઇમાં આવેલો એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર યાદ આવે છે. 613 હેકટર વિસ્તારમાં ફેલાયેલા આ સ્થળે 15 લાખ લોકો વસવાટ કરે છે જેમાંના મજૂરો, મહેનતું અને નાના કારોબારીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કુલ 320 જયારે મુંબઇમાં 169 કોરોના પોઝિટિવના કેસ બન્યા છે. 1 એપ્રિલના રોજ  ધારાવી સ્લમ એરિયામાં નોંધાતા ગંભીર ચિંતાનો વિષય માનવામાં આવે છે કારણ કે આ એરિયા અત્યંત ગીચ હોવાથી બીજા વિસ્તારની સરખામણીમાં સંક્રમણ થવાની શકયતા વધારે રહે છે. 

અત્યાર સુધી કોરાના સંક્રમણને વિદેશયાત્રા કરીને આવેલા પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું હતું પરંતુ હવે તે સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની વિદેશ પ્રવાસની કોઇ હિસ્ટ્રીના હોય એવા લોકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળી રહયું છે. કોરોના વાયરસના સંક્રમણની આ પેર્ટનને તોડીને તેનો નાશ કરવા માટે દેશમાં લોકડાઉન અમલમાં છે પરંતુ છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહયો છે.

એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર ધારાવીના કોરોના પોઝિટિવ દર્દીની ઉંમર 56 વર્ષની છે અને તે સારવાર હેઠળ છે. આ ઉપરાંત પરીવારના 10 લોકોને કવોરેન્ટાઇન (અલગ રાખવામાં) કરવામાં આવ્યા છે. દર્દીનું જયાં નિવાસસ્થાન હતું તેને તકેદારીના ભાગરુપે સીલ કરવામાં આવ્યું છે. ભારતમાં કુલ 1932 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે જયારે 55 લોકોના મોત થયા છે. ધારાવીનો સાક્ષરતા દર 69 ટકા છે જે ભારતના કોઇ પણ સ્લમ કરતા વધારે છે. અહીંયા ભારતના વિવિધ ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ગ્રામીણો રહે છે.  આ વિસ્તાર મુંબઇની બે મુખ્ય ઉપનગરીય રેલવે લાઇનો, પશ્ચિમી અને મધ્ય રેલવેની વચ્ચે આવેલો છે. ધારાવીની પશ્ચિમમાં માહિમ  અને બાંદ્રા છે જયારે ઉત્તરમાં મીઠી નદી આવેલી છે. મીઠી નદી માહિમ ક્રિકના માધ્યમથી અરબસાગરને મળે છે. વરસાદની સિઝનમાં ગટર અને જળ નિકાસની નબળી સુવિધાના કારણે તે પૂરનો ભોગ બનતી રહી છે.

Tags :