For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરીકા માટે આવનારા બે અઠવાડિયા ખૂબ કઠિન અને દર્દનાક હશે: ટ્રમ્પ

Updated: Apr 1st, 2020

અમેરીકા માટે આવનારા બે અઠવાડિયા ખૂબ કઠિન અને દર્દનાક હશે: ટ્રમ્પ
વોશિગ્ટન, તા. 01 એપ્રીલ 2020, બુધવાર

અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આવનારા બે અઠવાડિયા દેશ માટે ખૂબ કઠિન છે. તેમણે લોકોને કોરોના વાઈરસની મહામારીના લીધે કઠીન દિવસો માટે તૈયાર રહેવા કહ્યું છે. ઉલ્લેખનિય છે કે વ્હાઈટ હાઉસે આવનારા દિવસોમાં કોરોના વાઈરસથી એક લાખ લોકોના મોત થવાની ચેતવણી આપી છે.

કોરોના વાઈરસ પર ગઠિત વ્હાઈટ હાઉસ ટાસ્કફોર્સના સભ્ય ડેબોરાહ બ્રિક્સ દ્વારા આંકડાઓના આધાર પર તૈયાર અંદાજ બાદ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જે મુજબ અમેરીકામાં જો 30 એપ્રીલ સુધી સામાજીક મેળાવડા પર લાગેલી રોકને સખ્તાઈથી લાગુ કરવામાં આવશે તો પણ એક લાખ લોકોનાં મોત થઈ શકે છે.

નોંધનીય છે કે, છેલ્લા દસ દિવસોથી કોરોના વાઈરસ પર વ્હાઈટ હાઉસમાં નિયમિત પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. તેમણે કહ્યું, આવનારા બે અઠવાડિયા આપણે ખુબ કઠિન સમયમાં જવાના છીએ અને તે બાદ આશા રાખીએ જેવું કે તજજ્ઞોનું અનુમાન છે. મારી જેમ ઘણાં લોકો અધ્યયન બાદ અનુમાન લગાવી રહ્યાં છે કે આ ખુબ કઠિન સમય હશે, અમને સુરંગના સામા છેડે થોડી આશાની કિરણ દેખાઈ રહી છે પરંતુ આ સમય ખુબ દર્દનાક હશે, આવનારા બે અઠવાડિયા ખુબ જ દર્દનાક હશે.

દેશમાં ગંભીર સ્થિતિ છે, દરરોજ મોતની સંખ્યા વધી રહી છે અને લગભગ 25 કરોડ અમેરીકનો ઘરમાં રહેવા મજબૂર છે. તેવામાં રાષ્ટ્રપતિએ લોકોને પોઝિટિવ વલણ અપનાવવા અને કોરોના સામેની લડાઈમાં સહયોગનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું, હું તમને આશા આપવા માંગુ છું. હું દેશ માટે ચિયરલીડર છું. આપણે સૌથી કઠિન દૌરમાંથી પસાર થઈ રહ્યાં છીએ સંભવત: આ દેશે આવું ક્યારેય નહી જોયું હોય. આપણે ગૃહયુદ્ધ જોયું અને છ લાખ લોકોને ગુમાવ્યા. આપણે ઘણીવાર ગુમાવ્યું પરંતુ અમે કંઈક કર્યું એટલે આવનારા સમયમાં આશા જાળવી રાખો.
Gujarat