For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 14 of lockdown: રશિયામાં એક જ દિવસમાં રેકોર્ડ 1154 કેસ નોંધાતા હડકંપ

Updated: Apr 7th, 2020

Day 14 of lockdown: રશિયામાં એક જ દિવસમાં રેકોર્ડ 1154 કેસ નોંધાતા હડકંપઅમદાવાદ, તા. 7 એપ્રિલ 2020, મંગળવાર

ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 731 લોકોનાં મોત

અમેરિકામાં કોરોના વાયરસનાં કેન્દ્ર બનેલા ન્યૂયોર્કમાં 24 કલાક દરમિયાન 731 લોકોનાં મોત થયા છે, આ એક જ દિવસમાં અમેરિકાનાં કોઇ પણ રાજ્યનો સૌથી મોટો આંકડો છે. Read More...


પાકિસ્તાનને મોટો ઝટકો: 6 અબજ ડોલરનાં રાહત પેકેજની બીજી સમીક્ષા IMFએ ટાળી
આંતરરાષ્ટ્રિય નાણા ભંડાળએ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે 6 અબજ ડોસરનાં રાહત પેકેજની શુક્રવારે યોજાનારી સમીક્ષા ને એવું કહીને ટાળી દીધી છે કે તે નક્કી કરેલી કાર્યવાહીઓને લાગુ કરવામાં મોડુ કરી રહ્યું છે. Read More...


કોરોના ઇફેર્ટઃ અમદાવાદ શહેરના કોટ વિસ્તારના બફર ઝોન જાહેર કરાયા
અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 84 પર પહોંચ્યા છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો. મ્યુનિ. દ્વારા અમદાવાદ શહેરના નવ દરવાજા ખાતે થર્મલ સ્કેનર મુકવામાં આવશે. જેનાથી આવતાજતા તમામ નાગરિકની આરોગ્ય તપાસ કરાશે. Read More...


Coronavirus: તબલીગી જમાતની પ્રવૃતિઓ પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી સુપ્રિમમાં દાખલ
રાજધાની દિલ્હીમાં એક શખશે તબલીગી જમાતની પ્રવૃતિઓ પર તાત્કાલીક અસરથી સંપુર્ણ પ્રતિબંધ લગાવવાનાં અનુરોધ સાથે સુપ્રિમ કોર્ટનાં વડા ન્યાયાધિશ એસ એ બોબડેને મંગળવારે અરજી મોકલી છે. Read More...


Coronavirus: રશિયામાં એક જ દિવસમાં રેકોર્ડ 1154 કેસ નોંધાતા હડકંપ
રશિયામાં મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં 1154 કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે, આ નવા કેસની સાથે રશિયામાં અત્યાર સુંધીમાં 7497 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. Read More...


ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો
અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેલેરિયાના દર્દીઓ પર વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પર જ કેમ આટલો ભાર મુકી રહ્યા છે તે અંગે અમેરિકાના એક અખબારે ચોંકાવનારો ધડાકો કર્યો છે. Read More...


14 તારીખથી વધુ લંબાઈ શકે છે લોકડાઉન, આ રાજ્યોએ કેન્દ્ર સરકારને કરી અપીલ
દેશમાં કોરોનાના કારણે હાલમાં લાગુ કરાયેલુ લોકડાઉન 14 એપ્રિલે પુરુ થાય છે. આ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સસ્પેન્સ વધી રહ્ય છે કે, લોકડાઉન ખતમ થશે કે હજી લંબાવાશે. લોકોના મોઢા પર આ એક જ બાબતની ચર્ચા છે. Read More...


Covid 19: દક્ષિણ કોરિયામાં 51 દર્દીઓ ફરીથી કોરોનાનો ભોગ બન્યા
કોરોના વાયરસ સામેની લડાઈમાં ખૂબ જ પ્રશંસા મેળવી રહેલા દક્ષિણ કોરિયા માટે એક માઠા સમાચાર છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના સાજા થયેલા 51 દર્દીઓને ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ થયું છે. Read More...


જે દવા માટે ટ્રમ્પે ભારતને ધમકી આપી તેના પર ખુદ અમેરિકાના ડોક્ટરોને શંકા
કોરોના વાયરસે આખી દુનિયાને પરેશાન કરી નાંખી છે. હાલમાં કોરોનાની સારવાર માટે કોઈ રસી શોધાઈ નથી. ડોક્ટરો સામાન્ય રીતે મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસીક્લોરોક્વિન દવાને દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. Read More...


ટ્રમ્પની ધમકી બાદ મોદી સરકારે અમેરિકાને આપ્યો સણસણતો જવાબ, પહેલાં દેશ...
કોરોના વાયરસની મહામારીએ આખું વિશ્વ ચિંતામાં ધકેલાયેલું છે. કોરોનાએ તેનું વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ મહામારીમાં ઝઝૂમી રહેલા અમેરિકાએ મહાસંકટ વચ્ચે ભારત પાસેથી મદદ માગી છે. તો સાથએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ધમકીભર્યા ઉચ્ચારણોનો ઉપયોગ પણ કર્યો હતો. Read More...


ગુજરાતમાં કોરોનાના 165 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 77એ પહોંચ્યો આંકડો
કોરોના વાઈરસનો કહેર ગુજરાતમાં વધી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને કારણે ગુજરાતમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 165 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. Read More...


ગુજરાતમાં 21થી 40ની વયજૂથમાં સૌથી વધુ 53 વ્યક્તિને કોરોના
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેરને લીધે  દિવસેને દિવસે વધુ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના ૧૪૬  કેસ સામે આવી ચૂક્યા છે. અત્યારસુધીમાં ગુજરાતમાં જે કેસ નોંધાયા છે તેમાં ૧૦૧ પુરુષ અને ૪૫ મહિલાઓન સમાવેશ થાય છે. Read More...


ગુજરાતમાં 219 શેલ્ટર હોમ્સમાં 8432 પરપ્રાંતિય મજૂરો-કામદારોને રખાયા
વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો-કામદારો હીજરત કરવાનુ શરૃ કર્યુ હતુ પરંતુ કેન્દ્રના આદેશ બાદ સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ રાજ્યમાં શેલ્ટર હોમ્સ ઉભા કર્યા છે અને જે અંતર્ગત હાલ રાજ્યમાં 8432 મજૂરો-કામદારોને 219 જેટલા આશ્રય સ્થળોમાં રખાયા છે. Read More...


કોરોના સામે બહાદુરીથી લડીને જીતી જવાનું ગૌરવ આપણે સહુ ભવિષ્યમાં અનુભવીશું : એલિઝાબેથ
ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ-૨ એ કોરોના વાઇરસની મહામારીમાં જીવન માટે ઝઝૂમતા વિશ્વને પાઠવેલા ઉલ્લાસપૂર્ણ સંદેશામાં દુનિયાના વિવિધ દેશોની રોચક અને હૃદયંગમ માનવીય વાર્તાઓનો હવાલો ટાંક્યો હતો.  Read More...


દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીન પાસેથી 6.5 અબજ ડોલર દંડ વસૂલો: બ્રિટન
કોરોના વાયરસના ખતરાને ઓછો કરવા માટે ચીન પર દબાણ લાવવાની કન્ઝર્વેટિવ સાંસદોની માંગ બાદ બ્રિટનના થિંક ટેંક તરફથી ચીન પર ઘાતક વાયરસ ફેલાવવા અંગે કાયદાકીય કાર્યવાહી અને કેસ ચલાવવા માટે 10 સંભવિત કારણ જણાવવામાં આવ્યા છે. Read More...

Gujarat