Get The App

કોરોના ઇફેર્ટઃ અમદાવાદ શહેરના કોટ વિસ્તારના બફર ઝોન જાહેર કરાયા

- શહેરના નવ દરવાજા પર પ્રત્યેક નાગરિકની તપાસ હાથ ધરાશે

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના ઇફેર્ટઃ અમદાવાદ શહેરના કોટ વિસ્તારના બફર ઝોન જાહેર કરાયા 1 - image

અમદાવાદ, તા. 7 એપ્રિલ 2020, મંગળવાર

અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 84 પર પહોંચ્યા છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો. મ્યુનિ. દ્વારા અમદાવાદ શહેરના નવ દરવાજા ખાતે થર્મલ સ્કેનર મુકવામાં આવશે. જેનાથી આવતાજતા તમામ નાગરિકની આરોગ્ય તપાસ કરાશે.

આ માટે હેલ્થ વિભાગ દ્વારા 13 ટીમો કાર્યરત કરાશે. આ ટીમો પ્રત્યેક દરવાજાથી અંદર કે બહારથી આવનારા તમામના આરોગ્યની ચકાસણી કરશે. શહેરના કોટ વિસ્તારમાં જે પ્રમાણે કાલુપુર, દરિયાપુર અને જમાલપુરમાં પોઝિટિવ કેસો નોંધાયા છે તેને લઇ તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે. 

Tags :