Coronavirus: રશિયામાં એક જ દિવસમાં રેકોર્ડ 1154 કેસ નોંધાતા હડકંપ
નવી દિલ્હી, 7 એપ્રિલ 2020 મંગળવાર
રશિયામાં મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં 1154 કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે, આ નવા કેસની સાથે રશિયામાં અત્યાર સુંધીમાં 7497 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
જ્યારે 24 કલાકમાં 11 લોકોનું કોરોના સંક્રમણનાં કારણે મોત થઇ ચુક્યું છે, તેની સાથે જ રશિયામાં કોરોનાથી મરનારાની સંખ્યા 58 પહોંચી છે.
મોસ્કો ટાઇમ્સમાં છપાયેલી એક રિપોર્ટ મુંજબ કોરોના ચેપને લઇને રશિયાનાં સત્તાવાર આંકડા પર શંકા વ્યક્ત કરી છે, એવું મનાય છે, કે જે પ્રકારે યુરોપમાં કોરોના વાયરસથી કોહરામ મચી ગયો છે, તે જોતા રશિયામાં ચેપગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.
નિષ્ણાતોનાં મતે રશિયામાં કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની ક્ષમતા પર ખરેખર નોકરશાહીનું ભારે દબાણ છે. જેનાં કારણે સાચા આંકડા બહાર આવતા નથી,જ્યારે ખરેખર દર્દીઓની સંખ્યા વધું હોઇ શકે છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં 30 માર્ચથી લગભગ 1 કરોડ 20 લાખ વસ્તીને ઘરોમાં જ બંધ રહેવાનું કહેવામાં આવ્યું છે.રશિયામાં સૌથી કોરોના પોઝિટિવ દર્દીઓ યુરોપથી ઇટલી પાછા ફરેલા છે. કોરોના વાયરસને લઇને બેદરકારી રશિયાને ભારે પડી રહી છે.