Get The App

ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો 1 - image

વોશિંગ્ટન, તા.7 એપ્રિલ 2020, મંગળવાર

અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેલેરિયાના દર્દીઓ પર વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પર જ કેમ આટલો ભાર મુકી રહ્યા છે તે અંગે અમેરિકાના એક અખબારે ચોંકાવનારો ધડાકો કર્યો છે.

અમેરિકાના અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, જો હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી સારવાર સફળ રહે તો દુનિયાભરમાં તેના વપરાશને મંજૂરી મળી શકે છે. આ જ દવા બનાવતી ફ્રાંસની એક કંપની સૈનોફીમાં ટ્રમ્પનુ નાણાકીય રોકાણ છે. આ કંપની હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પ્લાકેનિલ નામથી બજારમાં વેચે છે. કંપનીના મોટા અધિકારીઓ સાથે પણ ટ્રમ્પની ઘનિષ્ઠતા છે.

ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો 2 - imageભારતમાં લાખો લોકોને મેલેરિયા થતો હોવાથી ભારતમાં મોટાપાયે તેનુ ઉત્પાદન થાય છે.

અમેરિકામાં કેટલાક ડોક્ટરો આ દવા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લઈ રહ્યા છે અને તેમનો દાવો છે કે, આ દવા મદદ પણ કરી રહી છે. તો ડોક્ટરોના બીજા એક સમૂહનુ કહેવુ છે કે,આવા કોઈ પૂરાવા નથી.


Tags :