દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીન પાસેથી 6.5 અબજ ડોલર દંડ વસૂલો: બ્રિટન
લંડન, 6 એપ્રિલ 2020 સોમવાર
કોરોના વાયરસ (Coronavirus)ના ખતરાને ઓછો કરવા માટે ચીન (Chin) પર દબાણ લાવવાની કન્ઝર્વેટિવ સાંસદોની માંગ બાદ બ્રિટન (Britain)ના થિંક ટેંક (Think Tank)તરફથી ચીન પર ઘાતક વાયરસ (Spread Coronavirus) ફેલાવવા અંગે કાયદાકીય કાર્યવાહી અને કેસ ચલાવવા માટે 10 સંભવિત કારણ જણાવવામાં આવ્યા છે.
ધ સન્ડે મોર્નિંગ હેરાલ્ડના લંડન બ્યૂરોના એક રિપોર્ટ પ્રમાણે ધ હેનરી જેક્સન સોસાયટી (Henry jackson society)એ દુનિયાભરમાં કોરોના ફેલાવવાના આરોપમાં ચીન પાસેથી નુકસાન વળતર માંગવાની અપીલ કરી છે.
રિપોર્ટમાં જેક્સન સોસાયટીના હવાલેથી લખવામાં આવ્યું છે કે કોરોના ફેલાવવા માટે ચીન પર આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત કેસ કરવો જોઈએ અને તેની પાસેથી કોરોનાને કારણે થયેલા આર્થિક નુકસાન પેટે વળતર વસૂલ કરવું જોઈએ.
ધ હેનરી જેક્સન સોસાયટીએ જણાવ્યું કે કોરોનાથી દુનિયાભરના દેશોને આછોમાં ઓછું 6.5 ટ્રિલિયર ડૉલર (6,50,000 અમેરિકન ડોલર) જેટલું આર્થિક નુકસાન થયું છે. આ નુકસાનનું જી-7 દેશો વહન કરી રહ્યા છે. કારણ કે લૉકડાઉનને કારણે ઉદ્યોગ બંધ છે. આથી ચીન પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ કરવી જોઇએ.
રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ચીનને કારણે ઓસ્ટ્રેલિયા પર પણ દબાણ વધ્યું છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરીસને કોરોના વાયરસની મહામારીના પ્રભાવિત દેશના 60 લાખ લોકોના વેતન અને નોકરી જાળવી રાખવા માટે 130 અબજ ડૉલરના રાહત પેકેજની જાહેરાત કરી છે.
વર્તમાનપત્રએ પોતાના રિપોર્ટમાં ધ હેનરી જેક્સન સોસાટીના હવાલેથી લખ્યું છે- "કોરોનાને કારણે થયેલા આર્થિક નુકસાનનું આંકલન કર્યા બાદ સંભવિત આંતરરાષ્ટ્રીય કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ચીન પર કેસ ચલાવવો જોઇએ અને નુકસાન વસૂલ કરવું જોઈએ."
ચીને દાવો ફગાવ્યો
જોકે, ચીનના થીંક ટેંકનો યૂકેના થીંક ટેંકથી અલગ મત છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયમ સહિત અનેક નેતાઓએ આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસ વુહાનમાંથી જ બીજી દેશોમાં ફેલાયો છે, એવો દાવો અયોગ્ય છે. આનો કોઈ પુરાવો નથી.
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે કોરોના વાયરસ ચીનના વુહાન સ્થિત વાયરોલોજી લેબમાંથી એનિમલ માર્કેટમાં ફેલાયો હતો.
આ લેબ માર્કેટથી અમુક મીટરના અંતરે જ આવેલી છે. જે બાદાં તે આખી દુનિયામાં ફેલાયો હતો. ચીન શરૂઆતથી જ આ સમાચારોનું ખંડન કરતું રહ્યું છે.
અમેરિકામાં પણ કેસ નોંધાયો
આ પહેલા કોરોના વાયરસ ફેલાવવા માટે અમેરિકા ચીન પર 20 ટ્રિલિયન ડૉલરનો કેસ કરી ચૂક્યું છે. અમેરિકન કંપનીએ આરોપ લાગ્યો છે કે ચીને જાણીજોઈને વાયરસ છોડી દીધો હતો, જેનાથી અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડી શકાય. અમેરિકન કંપનીનો દાવો છે કે ચીનના વુહાન શહેરમાં આવેલી લેબમાં જૈવિક હથિયાર તૈયાર કરવામાં આવી રહ્યા છે.