પાકિસ્તાનને મોટો ઝટકો: 6 અબજ ડોલરનાં રાહત પેકેજની બીજી સમીક્ષા IMFએ ટાળી
નવી દિલ્હી, 7 એપ્રિલ 2020 મંગળવાર
આંતરરાષ્ટ્રિય નાણા ભંડાળએ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે 6 અબજ ડોસરનાં રાહત પેકેજની શુક્રવારે યોજાનારી સમીક્ષા ને એવું કહીને ટાળી દીધી છે કે તે નક્કી કરેલી કાર્યવાહીઓને લાગુ કરવામાં મોડુ કરી રહ્યું છે.
આઇએમએફનાં કાર્યકારી બોર્ડે ગત જુલાઇમાં પાકિસ્તાનને 3 વર્ષમાં 6 અબજ ડોલરની લોન આપવાની મંજુરી આપી હતી, બદલામાં પાકિસ્તાને કેટલાક કડક ઉપાયો લાગું કરવાનાં હતાં.
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને સત્તામાં આવ્યા બાદ એક બેલઆઉટ પેકેજ માટે ઓગસ્ટ 2018માં આઇએમએફનો સંપર્ક કર્યો હતો, ખાનને વધી રહેલા આર્થિક સંકટનાં કારણે ચીન, સાઉદી અરેબિયા અને યુએઇ પાસેથી ભંડોળ મેળવ્યું હોવા છતા આઇએમએફનો સંપર્ક કરવો પડ્યો.
આઇએમએફએ રાહત પેકેજની બીજી સમીક્ષાને સ્થગિત કરવાની પુષ્ટી કરી છે, પરંતું કહ્યું કે 1.4 અબજ ડોલરની લોન માટેની તેની પ્રાથમિક્તા બદલી ગઇ છે.
પાકિસ્તાનનાં નાણા મંત્રાલયએ જણાવ્યું કે આઇએમએફએ 10 મહિના જુના દેવા કાર્યક્રમની બીજી સમીક્ષાને મંજુરી આપવામાં કોઇ વિલંબ અંગે તેને જણાવ્યું નથી.
સુત્રોએ કહ્યું કે આઇએમએફ બોર્ડ ઓક્ટોબર- ડિસેમ્બર 2019 માટે બીજી સમીક્ષાને 10 એપ્રિલનાં દિવસે મંજુરી આપવા માટે પાકિસ્તાનનાં પ્રસ્તાવને તે સ્વિકારશે નહીં.