Get The App

જે દવા માટે ટ્રમ્પે ભારતને ધમકી આપી તેના પર ખુદ અમેરિકાના ડોક્ટરોને શંકા

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News
જે દવા માટે ટ્રમ્પે ભારતને ધમકી આપી તેના પર ખુદ અમેરિકાના ડોક્ટરોને શંકા 1 - image

વોશિંગ્ટન, તા.7 એપ્રિલ 2020, મંગળવાર

કોરોના વાયરસે આખી દુનિયાને પરેશાન કરી નાંખી છે. હાલમાં કોરોનાની સારવાર માટે કોઈ રસી શોધાઈ નથી. ડોક્ટરો સામાન્ય રીતે મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસીક્લોરોક્વિન દવાને દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.

અમેરિકામાં કોરોનાના લાખો દર્દીઓ માટે હાઈડ્રોકસીક્લોરોક્વિન દવાની જરુર પડી રહી છે અને આ દવા ભારતમાં મોટા પાયે બને છે. આ દવા જો ભારત અમેરિકાને ના મોકલાવે તો વળતા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. સવાલ એ છે કે આ દવા ખરેખર કોરોના સામે લડવામાં અસરકારક છે. ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કહે છે કે, તેના કોઈ સજ્જડ પૂરાવા નથી.

જે દવા માટે ટ્રમ્પે ભારતને ધમકી આપી તેના પર ખુદ અમેરિકાના ડોક્ટરોને શંકા 2 - imageતેમના મતે હજી કોઈ એવી પાકી જાણકારી મળી નથી. હા એટલુ છે કે જયાં કોરોનાનો કહેર વધારે છે ત્યાં આ દવા વાપરવામાં આવી રહી છે. ટ્રમ્પ આ દવા માટે આગ્રહ કરી રહયા છે પણ અમેરિકાના નેશનલ ઈ્નસ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસિઝના ડાયરેકટર ડો.એન્થની ફોસી તેનો વિરોધ કરી રહ્યા છે. તેમના મતે આ દવાની કોરોનાના દર્દી પર થતી અસર શંકાસ્પદ છે. ભારતમાં પણ આ દવા માત્ર કોરોનાના દર્દીઓના સંપર્કમાં રહેનારા લોકો અને હેલ્થ વર્કર્સને જ લેવાની છુટ અપાઈ છે.

આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ છે કે, કોરોના બીમારીમાં દરા અસરકારક છે તેવા પૂરાવા અમારી પાસે નથી. આમ છતા અમે હેલ્થ વકર્સને આ દવા લેવાની છુટ આપી છે. દરેક દવાની સાઈટ ઈફેક્ટ હોય છે એટલે નિયમોનુ પાલન જરુરી છે.

અમેરિકાના મેડિકલ એસોસિએશને દેશના બે બીજા હેલ્થકેર સંગઠનો સાથે એક નિવેદનમાં કહ્યુ છે કે, કેટલાક ડોક્ટરો હાઈડ્રોકસીક્લોરોક્વિન દવા સારવાર માટે લખી રહ્યા છે. જે ચિંતાજનક છે.

Tags :