ગુજરાતમાં કોરોનાના 165 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 77એ પહોંચ્યો આંકડો
અમદાવાદ, તા. 7 એપ્રિલ 2020 મંગળવાર
કોરોના વાઈરસનો કહેર ગુજરાતમાં વધી રહ્યો છે. આ વૈશ્વિક મહામારીને કારણે ગુજરાતમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 165 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
આજે અમદાવાદમાં 13 નવા કેસ નોંધાતા કુલ કેસ 77 થયા છે. અમદાવાદમાં 77 પૈકી 35 લોકલ ટ્રાન્સમિશન કેસ છે. કુલ કેસમાંથી 12 લોકોના મોત થયા છે અને 21 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે.
આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે 1 વ્યક્તિ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે. 126 જેટલા લોકો સ્ટેબલ છે. 4 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં 3 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં 3040 ટેસ્ટ કર્યા છે. આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે 1 વ્યક્તિ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે. 126 જેટલા લોકો સ્ટેબલ છે. 4 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં 3 નવા પોઝીટીવ કેસ આવ્યા છે.