Day 6 of lockdown: વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત, USમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

Updated: Mar 30th, 2020


Google NewsGoogle News
Day 6 of lockdown: વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત, USમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા 1 - image

 અમદાવાદ, તા. 30 એપ્રિલ 2020, સોમવાર

કોરોના વાઇરસને લઇને જાહેર કરાયેલા લોકોડાઉનનો આજે પાંચમો દિવસ છે. વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા 33,000ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં 183 દેશોમાં 6,91,494 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2,237થી વધુ થઈ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા 1,25,000ને પાર થઈ ગઈ છે. અમેરિકામાં સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,00,000ને પાર જઈ શકે છે અને કરોડો લોકો કોરોનાની ઝપટમાં આવી શકે છે. બીજીબાજુ યુરોપમાં કોરોનાથી સંક્રમિત સંખ્યા 3,63,766થી વધુ થઈ ગઈ છે.    

વિશ્વમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે રાહતની વાત એ છે કે તેમાંથી 1,47,600 લોકો સાજા થયા છે. જોકે, માનવામાં આવે છે કે કોરોનાથી સંક્રમિત લોકોની વાસ્તવિક સંખ્યા હજી ઘણી મોટી છે, કારણ કે અનેક દેશોમાં માત્ર એ જ દર્દીઓની તપાસ કરાઈ રહી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડીસીસના ડિરેક્ટર ડો. એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે હાલમં હું જે જોઈ રહ્યો છું તે મુજબ અમેરિકામાં 1,00,000થી 2,00,000 લોકોનાં મોત થઈ શકે છે. દેશમાં કોરોનાના કરોડો કેસો નોંધાઈ શકે છે. જોકે, વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના વડા ડો. ડેબોરા બિર્ક્સે જણાવ્યું હતું કે દેશોમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટયું છે. Read More...


કોરાનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોને દિલ્હી સરકાર રાખશે ફાઈવ સ્ટાર હોટલમાં
કોરોના વાયરસના દર્દીઓની જીવ જોખમમાં મુકીને સારવાર કરી રહેલા ડોક્ટરોના રહેવા માટે દિલ્હી સરકારે ફાઈવ સ્ટાર હોલટમાં 100 રુમ બુક કરાવ્યા છે. આ પહેલા યુપી સરકારે પણ લખનૌમાં મેડિકલ સ્ટાફ માટે ચાર લક્ઝરિયસ હોટલો રિક્વિઝીટ કરી છે.  Read More... 


યુપી પોલીસની શરમજનક હરકત, સેનિટાઈઝેશનના નામે મજૂરોને કેમિકલથી નવડાવી દીધા
દેશમાં લોકડાઉન વચ્ચે લાખો મજૂરો વતન પલાયન થઈ રહ્યા છે.જેમના માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ છે. જોકે વતનમાં પહોંચ્યા બાદ પણ મજૂરોને રાહત નથી. યુપીના બરેલી જિલ્લામાં પલાયન કરીને પહોંચેલા મજૂરોને સેનિટાઈઝ કરવા માટે કેમિકલથી નવડાવાયા હોવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ મુદ્દે્ વિપક્ષે હવે યોગી સરકાર પર માછલા ધોવનુ શરુ કર્યુ છે. Read More...


કોરોના સંકટ વચ્ચે માનવતા ભુલ્યુ પાકિસ્તાન, હિન્દુઓને રાશન આપવાનો ઈનકાર
પાકિસ્તાન સરકારે કોરોનાના કહેર વચ્ચે પણ સંવેદનહીન અને શરમજનક હરકત કરી છે. કોરોનાનુ દર્દ ઝેલી રહેલા હિન્દુઓને પાકિસ્તાન સરકારે રાશન આપવાની ના પાડી દીધી છે. સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં મુસ્લિમોને રાશન આપવામાં આવી રહ્યુ છે પણ હિન્દુઓને ના પાડી દેવાઈ છે. Read More...


બે સપ્તાહમાં અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ લોકો મોતને ભેટશેઃ ટ્રમ્પ
વિપુલ માત્રામાં સંસાધનો અને ટેકનોલોજીની તાકાત ધરાવતુ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર અને વામણું પૂરવાર થઈ રહ્યુ છે. અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં તો 9-11ના આતંકવાદી હુમલાની જેમ એમ્બ્યુલન્સો સતત રસ્તાઓ પર દોડી રહી છે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યુ છે કે, આગામી બે સપ્તાહમાં અમેરિકામાં વાયરસના કારણે સૌથી વધારે મોત થશે. Read More...


દુનિયાને કોરોના વાયરસની ભેટ આપનારા ચીનમાં ખૂશીનો માહોલ, ફરી ધમધમી ચામાચીડિયા, સસલા અને સમુદ્રીજીવોની હાટડીઓ

સ્પેન, ઇટલી, ફ્રાંસ અને જર્મની સહિતના દેશો લોક ડાઉન જાહેર કરીને કોરોના સંક્રમણને રોકવા પ્રયાસ કરી રહયા છે. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ધરાવતા લોકોની સંખ્યા વધીને 735041 થઇ છે અને મુત્યુ આંક 34806એ પહોંચ્યો છે. સ્પેન,ઇટલી અને અમેરિકામાં સરેરાશ રોજ 500 થી વધુના મોત થઇ રહયા છે આવા સમયે ચીનમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. Read More...


ચીનમાં 42000 લોકો મોતને ભેટયા?, જાણો ચીનના લોકો શું કહી રહ્યા છે
પ્રસાર માધ્યમો પર કડક નિયંત્રણો ધરાવતા સામ્યવાદી ચીનમાં કોરોના વાયરસના કારણે ખરેખર કેટલા મોત થયા તે હજી પણ અટકળનો જ વિષય છે. જોકે વુહાનના સ્થાનિક લોકોનુ માનવુ છે કે, અહીંયા ઓછામાં ઓછા 42000 લોકો મોતને ભેટ્યા છે.  Read More...


કોરોના વાયરસના પ્રકોપ સામે લડત લડવા બોલીવૂડ સિતારાઓએ આપ્યું છપ્પર ફાડીને દાન
અક્ષય કુમારે હાલમાંજ ટ્વિટ કરીને તે 25 રૂપિયા કરોડની સહાયની ઘોષણા કરી હતી. વરુણ ધવને પીએમ કેટર ફંડ માટે રૂપિયા 30 લાખ અને મહારાષ્ટ્ર સરકારના કો, માટે રૂપિયા 25 લાખ આપ્યા છે. પ્રભાસે સરકારને રૂપિયા ચાર કરોડની આર્થિક સહાય કરી છે. જેમાંથી 3 કરોડ રૂપિયાની મદદ પ્રધાનમંત્રી રાહત કોષ અન બાકીના એક કરોડ રૂપિયા તેલાંગણાઅને આંધ્ર પ્રદેશના સીએમ રિલીફ ફંડમાં આપવામાં આવશે. Read More...


ગુજરાતની જેલોમાં કેદ 1200 કેદીઓને બે માસ માટે મુક્ત કરાશે
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેરને પગલે ગુજરાત સરકારે રાજ્યની જેલોના 1200 કેદીઓને બે માસ માટે પેરોલ-વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં જેલમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અંડર ટ્રાયલ કાચા કામના કેદીઓને વચગાળાના જામીન અપાશે. Read More...


સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મોત
કોરોના મહામારીમાં સ્પેનનાં રાજકુમારી મારિયા ટેરેસાનું મૃત્યુ થયું હતું. 86 વર્ષના રાજકુમારીના નિધન અંગે તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ફેસબુકમાં માહિતી આપી હતી. તેમનું નિધન સારવાર દરમિયાન પેરિસમાં થયું હતું. કોઈ રોયલ પરિવારના સભ્યનું નિધન કોરોનાના કારણે થયું હોય એવો પહેલો કેસ સામે આવ્યો છે. Read More...


અમદાવાદમાં 'હોમ કર્વારન્ટાઇન' હેઠળ આવેલા કેટલાક પરિવારોને ભોજન પણ મળતું નથી !
અમદાવાદમાં 'હોમ ર્ક્વારન્ટાઇન 'થયેલા લોકોને સરકાર દ્વારા જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી ન હોવાની ફરિયાદો ઉઠી છે.  આ લોકોને ઘરની બહાર ન  નિકળવાની સુચના છે, તેમના ઘરની બહાર ' હોમ કર્વારન્ટાઇનના' બોર્ડ મારી દેવાયા છે. આ સ્થિતિમાં આજુબાજુના લોકો પણ ગભરાટના માર્યા તે ઘરો તરફ  ફરકતા પણ નથી. તેવામાં દૂધ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓ અથવા તેના વિકલ્પમાં તૈયાર ભોજન આપવાની પણ તસ્દી વહિવટીતંત્ર દ્વારા લેવાઇ રહી ન હોવાથી  'હોમ કર્વારન્ટાઇન 'હેઠળ આવેલા લોકો કફોડી હાલતમાં મૂકાઇ ગયા હોવાનું જાણવા મળે છે. Read More...


Google NewsGoogle News