For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના સંકટ વચ્ચે માનવતા ભુલ્યુ પાકિસ્તાન, હિન્દુઓને રાશન આપવાનો ઈનકાર

Updated: Mar 30th, 2020

કોરોના સંકટ વચ્ચે માનવતા ભુલ્યુ પાકિસ્તાન, હિન્દુઓને રાશન આપવાનો ઈનકારઇસ્લામાબાદ, તા.30. માર્ચ 2020, સોમવાર

પાકિસ્તાન સરકારે કોરોનાના કહેર વચ્ચે પણ સંવેદનહીન અને શરમજનક હરકત કરી છે.

કોરોનાનુ દર્દ ઝેલી રહેલા હિન્દુઓને પાકિસ્તાન સરકારે રાશન આપવાની ના પાડી દીધી છે. સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં મુસ્લિમોને રાશન આપવામાં આવી રહ્યુ છે પણ હિન્દુઓને ના પાડી દેવાઈ છે.

Article Content Imageઆ કિસ્સાએ ફરી સાબિત કર્યુ છે કે, ભારત સરકાર શેના માટે પાકિસ્તાનની લઘુમતીઓને નાગરિકતા આપવા માટે સીએએનો કાયદો લાવી છે.

સરકારે રોજીંદા પગાર પર કામ કરનારાઓને રાશન આપવા માટે આદેશ આપ્યો છે પણ માનવઅધિકાર કાર્યકરોનુ કહેવુ છે કે, તંત્ર સ્પષ્ટપણે કહી રહ્યુ છે કે આ રાશન માટે હિન્દુઓ હકદાર નથી.

Article Content Imageહિન્દુઓને કરાચીની સાથે સાથે સિંધ પ્રાંતના અન્ય હિસ્સાઓણાં પણ રાશન આપવાની ના પાડવામાં આવી રહી છે. રાજકીય કાર્યકર ડોક્ટર અમજદ મિર્ઝાએ ચેતવણી આપી છે કે, લઘુમતી સમુદાય બહુ ગંભીર અન્ન સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.



Gujarat