Get The App

ચીનમાં ફરી ધમધમી ચામાચીડિયા, સસલા અને સમુદ્રીજીવોની હાટડીઓ

દુનિયાને કોરોના વાયરસની ભેટ આપનારા ચીનમાં ખૂશીનો માહોલ

ચીનમાં કોરોના સામે જીતના જશ્નનો નજારો ગુઇલિન પ્રાંતમાં જોવા મળ્યો હતો

Updated: Mar 30th, 2020

GS TEAM

Google News
Google News


ચીનમાં  ફરી ધમધમી ચામાચીડિયા, સસલા અને સમુદ્રીજીવોની હાટડીઓ 1 - image

અમદાવાદ, 30 માર્ચ,2020, સોમવાર

સ્પેન, ઇટલી, ફ્રાંસ અને જર્મની સહિતના દેશો લોક ડાઉન જાહેર કરીને કોરોના સંક્રમણને રોકવા પ્રયાસ કરી રહયા છે. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ધરાવતા લોકોની સંખ્યા વધીને 735041 થઇ છે અને મુત્યુ આંક 34806એ પહોંચ્યો છે. સ્પેન,ઇટલી અને અમેરિકામાં સરેરાશ રોજ 500 થી વધુના મોત થઇ રહયા છે આવા સમયે ચીનમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે.

વર્તમાન વર્ષના જાન્યુઆરી મહિનાની શરુઆતમાં સેન્ટ્રલ ચીનના વુહાન શહેરમાં કોરાના વાયરસે વિશ્વમાં પ્રથમ વાર દેખા દીધી હતી. એ સમયે થોડાક દિવસો વાયરસ ચીન પુરતો જ મર્યાદિત રહયો હતો. વુહાન સહિતના વિસ્તારોમાં 80 હજારથી પણ વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. વુહાન જાણે કે ભૂતિયુ શહેર હોય એમ રસ્તા, થિએટરો અને મોલ સૂના જોવા મળતા હતા. 

આજે પરીસ્થિતિ એ છે કે કોરોના વાયરસ ચીનથી આગળ વધીને દુનિયાના 196 દેશોમાં ફેલાઇ ગયો છે પરંતુ વાયરસનું એપી સેન્ટર ગણાતા ચીનમાં શાંતિ જોવા મળે છે. યોગાનુયોગ ભારતમાં જે દિવસે 21 દિવસનું લાંબુ લોકડાઉન આપવામાં આવ્યું એ દિવસે વુહાનમાંથી લોક ડાઉન ઉઠાવી લેવામાં આવ્યું હતું. આજે ચીનમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રિત જોવા મળે છે. નવા સંક્રમણ કેસો પણ અટકી ગયા હોવાથી ઉધોગ ધંધા અને બજારો ફરી શરુ થયા છે આથી દુનિયાને કોરોના વાયરસની ભેટ આપનારા ચીનમાં ખૂશીનો માહોલ જોવા મળે છે 

ચીનમાં  ફરી ધમધમી ચામાચીડિયા, સસલા અને સમુદ્રીજીવોની હાટડીઓ 2 - image

નવાઇની વાત તો એ છે કે ચામાચીડિયા,સસલા અને કાચબા જેવા જીવતા પ્રાણીઓનું વેચાણ બજાર ફરી ધમધમવા લાગ્યું છે. ચીનીઓ રાતો રાત એ ભૂલી ગયા છે કે વુહાનનું લાઇવ મીટ માર્કેટ કોરોના વાયરસ ફેલાવાનું માધ્યમ બન્યા હતા. ડેલી મેઇલના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચીનમાં ગત અઠવાડિયાના અંતમાં શનિવારે કોરોના વાયરસ પર જીતની ઉજવણી થઇ હતી. આ જશ્નમાં કુતરા, બિલાડા, સસલા ને બતકના માંસથી અનેક ઘરોની દિવાલો લાલ જોવા મળતી હતી અને અવશેષો પણ વેરાયેલા જોવા મળતા હતા. અહેવાલમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે  ચીનમાં ગંદી માંસ માર્કેટો ફરી ખૂલવા લાગી છે જયાં બેરોકટોક જાનવરોનું ખરીદ અને વેચાણ થઇ રહયું છે.

ચીનમાં જીતના જશ્નનો નજારો ગુઇલિન પ્રાંતમાં જોવા મળ્યો હતો જયાં કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓનું માણસ ધડાધડ વેચાતું હતું. સમાચાર માધ્યમો મીટ માર્કટમાં ખરીદીની તસ્વીરો ના લઇ શકે તે માટે સિકયોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ હવે ચીન માટે વિતેલા સમયની વાત બની ગઇ છે, પહેલા જેવી જ રોનક જોવા મળી રહી છે જયારે દુનિયાના 195 દેશો હજુ ઝઝુમી રહયા છે.આવા સમયે જશ્નની ઉજવણી કરીને ચીને અસંવેદનશિલતાનું પ્રદર્શન કર્યુ છે, 

Tags :