For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મોત

- કોરોનાથી અર્થતંત્રને થયેલાં નુકસાનની ચિંતામાં જર્મનીના મિનિસ્ટરનો આપઘાત

- કેનેડાના વડાપ્રધાનનાં પત્ની કોરોનામાંથી સાજા થયાં

Updated: Mar 29th, 2020

- સોફી ટ્રુડોએ 17 દિવસ સુધી સારવાર કરનારા ડૉક્ટરોનો આભાર માન્યો

સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મોત

નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર

કોરોના મહામારીમાં સ્પેનનાં રાજકુમારી મારિયા ટેરેસાનું મૃત્યુ થયું હતું. ૮૬ વર્ષના રાજકુમારીના નિધન અંગે તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ફેસબુકમાં માહિતી આપી હતી. તેમનું નિધન સારવાર દરમિયાન પેરિસમાં થયું હતું.

કોઈ રોયલ પરિવારના સભ્યનું નિધન કોરોનાના કારણે થયું હોય એવો પહેલો કેસ સામે આવ્યો છે. સ્પેનનાં ૮૬ વર્ષના રાજકુમારી મારિયા ટેરેસા કોરોનાથી સંક્રમિત થયા હતા. પેરિસમાં તેમનું નિધન થયું હતું અને તે પછી સ્પેનના મેડ્રિડમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ માહિતી રાજકુમારીના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિક ડી બોરબોને ફેસબુકમાં આપી હતી.

દરમિયાન જર્મનીના એક મંત્રીએ કોરોનાની ચિંતામાં આપઘાત કરી લીધો હતો. જર્મનીના હેસે રાજ્યના નાણામંત્રી થોમસ શાફરે કોરોનાની ચિંતામાં આત્મહત્યા કરી લીધી હતી. અર્થતંત્ર સતત કઢળતું જતું હોવાથી તેમણે રેલવેની નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતું. રેલવે ટ્રેન નજીકથી તેમનો મૃતદેહ મળ્યો હોવાની જાણકારી સરકારે આપી હતી.

તેમના સહાયક મંત્રીએ જાણકારી આપતા કહ્યું હતું કે ૫૪ વર્ષના થોમસ કોરોનાના કારણે બેહાલ થયેલા અર્થતંત્ર અંગે ખૂબ ચિંતિંત હતા. એ ચિંતામાં જ તેમણે આખરે આ પગલું ભર્યું હતું.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્ડોના પત્ની કોરોનામાંથી સાજા થયા હતા. વડાપ્રધાનના પત્ની સોફી ટ્ડોએ જાણકારી આપી હતી કે તેના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હવે તેમને ખૂબ સારું ફીલ થઈ રહ્યું છે.

સોફી ટ્ડોની સારવાર ૧૭ દિવસ સુધી ચાલી હતી. તેમની સારવાર કરનારા ડોક્ટરો અને સ્ટાફનો તેમણે આભાર માન્યો હતો. ગત ૧૨મી માર્ચે  બ્રિટનથી આવ્યા પછી તેમના શરીરમાં કોરોના લક્ષણ જોવા મળ્યા હતા. સોફીના શરીરમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા પછી વડાપ્રધાન જસ્ટિન ટ્ડો અને તેમના ત્રણ સંતાનોને પણ ક્વોરન્ટાઈન કરાયા હતા. જોકે, તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. સોફીએ તમામ કોરોના પીડિતને હિંમત રાખવા અને અન્ય લોકોને સાવધાન રહેવાની સલાહ આપી હતી.

Gujarat