For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરાનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોને દિલ્હી સરકાર રાખશે ફાઈવ સ્ટાર હોટલમાં

Updated: Mar 30th, 2020

કોરાનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોને દિલ્હી સરકાર રાખશે ફાઈવ સ્ટાર હોટલમાંનવી દિલ્હી, તા.30. માર્ચ 2020, સોમવાર

કોરોના વાયરસના દર્દીઓની જીવ જોખમમાં મુકીને સારવાર કરી રહેલા ડોક્ટરોના રહેવા માટે દિલ્હી સરકારે ફાઈવ સ્ટાર હોલટમાં 100 રુમ બુક કરાવ્યા છે.

આ પહેલા યુપી સરકારે પણ લખનૌમાં મેડિકલ સ્ટાફ માટે ચાર લક્ઝરિયસ હોટલો રિક્વિઝીટ કરી છે. દિલ્હી સરકારે લોક નાયક હોસ્પિટલ અને જી બી પંત હોસ્પિટલમાં કામ કરી રહેલા તમા ડોક્ટર માટે હોટલ લલિતમાં 100 રુમ બુક કરાવ્યા છે. જેમાં તેમની તમામ જરુરિયાતોનુ ધ્યાન રાખવામાં આવશે.

Article Content Imageસાથે સાથે દિલ્હી સરકારે નક્કી કર્યુ છે કે, કોરોનાના દર્દીઓની 21 હોસ્પિટલોમાં સારવાર કરી રહેલી ટીમો બે શિફ્ટમાં કામ કરશે. એક ટીમ સવારથી સાંજ અને બીજી ટીમ સાંજથી સવાર સુધઈ કામ કરશે. તેઓ સતત 14 દિવસ રજા વગર કામ કરશે અને બાકીના 14 દિવસ તે આરામ કરશે અને તેની જગ્યાએ બીજી ટીમો કામ કરશે. આ ક્રમ ચાલુ રાખવામાં આવશે.



Gujarat