For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનમાં 42000 લોકો મોતને ભેટયા?, જાણો ચીનના લોકો શું કહી રહ્યા છે

Updated: Mar 30th, 2020

ચીનમાં 42000 લોકો મોતને ભેટયા?, જાણો ચીનના લોકો શું કહી રહ્યા છેબેઇજિંગ, તા.30. માર્ચ 2020, સોમવાર

પ્રસાર માધ્યમો પર કડક નિયંત્રણો ધરાવતા સામ્યવાદી ચીનમાં કોરોના વાયરસના કારણે ખરેખર કેટલા મોત થયા તે હજી પણ અટકળનો જ વિષય છે.

જોકે વુહાનના સ્થાનિક લોકોનુ માનવુ છે કે, અહીંયા ઓછામાં ઓછા 42000 લોકો મોતને ભેટ્યા છે. ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાંથી કોરોના વાયરસનો ફેલાવો શરુ થયો હતો. સત્તાવાર રીતે ચીનમાં 3300 લોકોના મોત થયા છે. જેમાંથી 3182 લોકો હુબેઈ પ્રાંતમાં કોરોનાનો ભોગ બન્યા છે.

જોકે સ્થાનિક નાગરિકોનો દાવો છે કે, સ્થાનિક રિવાજો પ્રમાણે રોજ 500 અસ્થિ કળશનુ વિતરણ મૃતકના પરિવારોને કરાઈ રહ્યુ છે. સાત અલગ અલગ સ્થળોએ કરાઈ રહેલા વિતરણ પ્રમાણે ગણતરી કવામાં આવે તો દરેક 24 કલાકમાં 3500 લોકોને અસ્થિ કળશનુ વિસર્જન કરવામાં આવ્યુ છે. આ વિતરણ 5 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દિવસે કિંગ મિંગ નામનુ પર્વ શરુ થશે. જેમાં લોકો પોતાના પૂર્વજોની કબર પર જઈને શ્રધ્ધાંજલિ આપતા હોય છે.

Article Content Imageઆ પ્રકારને અનુમાન લગાવવામાં આવે તો 12 દિવસમાં 42000 અસ્થિ કળશનુ વિતરણ કરવામાં આવશે. આ ખબર એવા સમયે આવી છે જ્યારે લોકડાઉન પછી લોકોને હરવા પવાની છુટ આપવામાં આવી છે. લોકો મોતના આંકડા સામે સવાલ ઉઠાવીને કહી રહ્યા છે કે, મૃતદેહો સળગાવનારા 24 કલાક કામ કરતા હતા.શક્ય છે કે, સરકાર ધીરે ધીરે મોતનો આંકડો જાહેર કરી રહી છે. જેથી લોકો ધીરે ધીરે વાસ્તવિકતાને પચાવી શકે.

એવી પણ અટકળો થઈ રહી છે કે, કેટલાક લોકો તો પોતાના ઘરોમાં સારવાર વગર જ મોતને ભેટ્યા હતા.


Gujarat