મીન - 19 ફેબુ્રઆરીથી 20 માર્ચ
Pisces Rashifal 2026 : ક્રાંતિવૃત 330થી 360 ડિગ્રી સુધીમાં મીન રાશિનો સમાવેશ થાય છે. મીન રાશિ એ જળ તત્ત્વની દ્વિસ્વભાવ ધરાવતી રાશિ છે. રાશિના અધિપતિ ગ્રહ ગુરુ છે. રાશિનું ચિહ્ન માછલીનું દ્વંદ્વ છે. મીન એ રાશિ એ અંતિમ રાશિ છે. આ જાતકોનો ભૂતકાળ મોટો અને અનુભવો ઘણા હોય છે. આથી તેઓ વર્તમાનમાં વિચાર વધારે કરે. જળ તત્ત્વની રાશિ હોવાથી સામાન્યપણે શાંત ગણાય. વાણીમાં ક્રોધ આવી જાય, પરંતુ ગુરુની રાશિ રાશિ હોવાથી વાતને વાળી લેવાનું ડહાપણ પણ એમનામાં હોય. કામ કરવામાં આરંભે શૂરા ખરા. એમને સલાહો આપવી બહુ ગમે. એમનામાં ગુરુતા ગ્રંથિ પણ જોવા મળે. પોતે જ હોશિયાર છે અને બીજાઓને સુધરવાની જરૂર છે તેમ માને! માછલી જેમ પાણીની બહાર ન જીવી શકે તેમ આ જાતકો વિપરીત પરિસ્થિતિમાં જીવી શકતા નથી. તેઓ ધાર્મિક હોય છે, કારણ કે રાશિનો સ્વામી ગુરુ છે. પૂર્વ ભાદ્રપદા નક્ષત્રમાં જન્મેલ જાતક અતિ ઉત્સાહી અને વધુ બોલનારા હોય છે. પૂર્વભાદ્રપદા, ઉત્તર ભાદ્રપદા, રેવતી નક્ષત્ર આ રાશિમાં આવે છે. ઉત્તર ભાદ્રપદા નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે. તેઓ જીવનમાં સફળતા મેળવે અને દરેક વિષયમાં ઊંડા ઉતરે. રેવતી નક્ષત્રમાં જન્મેલ જાતક સ્વાર્થી અને લાગણીશીલ બંને હોય છે.
શરીર, મન અને સ્વાસ્થ્ય
શારીરિક અને માનસિક સ્વભાવની વાત કરીએ તો 2026માં શારીરિક સુખ સારું મળે, પરંતુ લગ્ન શનિ બેઠા છે એટલે 19 ફેબુ્રઆરી 2026થી 24 માર્ચ 2026 સુધી પોતાના શરીરની વધારે કાળજી રાખવી હિતાવહ છે. માનસિક અવસ્થા એકંદરે સારી રહેશે, કેમ કે ચોથા ભાવમાં અત્યારે ગુરુ મહારાજ બિરાજમાન છે. તેથી એકંદરે શરીર અને મન બંને સારાં રહેશે.
મારું ઘર, મારો પરિવાર
મીન રાશિના જાતકોનું કૌટુંબિક જીવન એકંદરે સારું રહેશે. વધારે ચર્ચા-દલીલબાજી થાય કે વાતવિવાદ સર્જાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી, છતાં પણ સમજણપૂર્વક પરિવારને સાચવીને રહેવામાં હિતાવહ છે. એકંદરે પરિવારના સંદર્ભમાં મીન રાશિના જાતકોનું 2026નું વર્ષ સફળ નીકળે તેવા યોગ છે.
પ્રેમ - લગ્ન - સંતતિ
પ્રેમલગ્ન કરવા માગતા મીન રાશિના જાતકો માટે 2026ના વર્ષમાં સફળતાના સારા યોગ છે. જૂન 2026થી ડિસેમ્બર 2026 દરમિયાન વધારે પ્રયત્નો કરવા. અમુક જાતકોએ થોડીક રાહ જોવાની નીતિ અપનાવી પડશે કેમ કે દેહભુવનમાં બેઠેલા શનિ મહારાજ સાતમા ભાગના દ્રષ્ટ કરતા હોવાથી લગ્નનું આયોજન થોડુંક લંબાઇ શકે તેવા યોગ બને છે. 2026ના અંત દરમિયાન જો લગ્ન માટે પ્રયાસ કરવામાં આવે તો 2027 માર્ચ પછી સફળતા મળી શકે. સંતાન ઇચ્છતા દંપતિઓ પણ જો વરસના છેલ્લા છ મહિના દરમિયાન વધારે પ્રયત્ન કરશે તો સારી સફળતા મળશે. બીજું સંતાન પ્રાપ્ત કરવા ઇચ્છતા જાતકોએ થોડો રાહ જોવાની નીતિ અપનાવી પડશે.
ભણતર અને ગણતર
અત્યારે 1થી 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 2026નું વર્ષ શુભ છે. જેમને હજુ સુધી ડિગ્રી મળી નથી તેમના માટે પણ આ સારો સમય છે. વિદેશ ભણવા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 2026નું વર્ષ અનુકૂળ છે. અલબત્ત, મહેનત કરવામાં સહેજ પણ કચાશ ન રાખવી.
નોકરી - ધંધો - કરીઅર
મીન રાશિના જાતકો જે નોકરીયાત છે, તેમના માટે આ વર્ષ થોડુંક કપરું રહેશે. એમની પ્રગતિમાં રૂકાવટ આવે એવા યોગ બને છે. નોકરીમાં મન ન લાગતા છોડી દેવાની ઈચ્છા થાય, અને જેમની પાસે નોકરી નથી તેમણે થોડીક રાહ જોવાની નીતિ અપનાવી પડે. છઠ્ઠા ભાવમાં બેઠેલા કેતુ મહારાજ નોકરી અપાવવામાં અચાનક લાભ અથવા અચાનક નુકસાન અપાવે એવા યોગ બને છે. માટે જે નોકરીમાં અત્યારે જે કામ કરી રહ્યા છે ત્યાં સમજણપૂર્વક વર્તન કરવું. ધંધો-વ્યવસાય કરનારાઓ માટે પણ 2026નું વર્ષ થોડુંક કઠિન સાબિત થાય તેવા યોગ છે કેમકે શનિ મહારાજ 10મી દ્રષ્ટિથી કર્મસ્થાનને જોતાં વધુ મહેનત કરાવે એવા યોગ બને છે.
પૈસા યે પૈસા
શેરબજાર સાથે સંકળાયેલા મીન રાશિના જાતકો માટે વર્ષ 2026ના છેલ્લા છ મહિના વધારે સારા સાબિત થાય તેવા યોગ છે. જો સમજી વિચારીને રોકાણ કરવામાં આવે તો અચૂક લાભ મેળવી શકાય. પોતાની પાછળ વધારે પૈસા ખર્ચી શકાય તેવા યોગ બને. અચાનક વિદેશપ્રવાસથી લાભ મળી શકે.
વાહન અને જમીન
જો તમે નવું ઘર, જમીન અને મિલકત લેવા માંગતા હો તો જાન્યુઆરી 2026થી જુન 2026 સુધીનો સમય લાભદાયક સાબિત થઈ શકે છે. જેમના વારસાની મિલકત સંબંધિત મામલો અટકેલો હોય તેઓ આ સમયગાશળા દરમિયાન જો વિશેષ પ્રયત્ન કરે તો અચૂક લાભ થાય તેવા યોગ છે.
નારી તું નારાયણી
મહિલામાં ડહાપણ તો હોય જ, પરંતુ મીન રાશિની મહિલામાં આ ગુણ વિશેષરણે જોવા મળે છે. તેમને પોતાના જ્ઞાનની વહેંચણી કરવી ખૂબ ગમે છે. બીજાઓને સુધારવાનો વિશેષ ગુણ પણ આમનામાં રહેલો હોય છે. 2026નું વર્ષ મીન રાશિની મહિલાઓ માટે સારું સાબિત થવાનું છે. આ વર્ષે વિદેશયોગ છે. અલબત્ત, અણધાર્યા ખર્ચ પણ આવી શકે છે. લગ્નોત્સુક યુવતીઓએ થોડી રાહ જોવાની નીતિ અપનાવી પડે. સંતાનવાંછુ મહિલા વર્ષના છેલ્લા છ મહિના દરમિયાન પ્રયત્ન કરે તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જેવો બીજા સંતાન માટે પ્રયત્ન કરી રહેલી મહિલાઓએ રાહ જોવાની નીતિ અપનાવી પડશે.
વિશેષ ઉપાય
મીન રાશિના જાતક 2026 દરમિયાન જો દર ગુરુવારે પીળા રંગનાં વ ધારણ કરે અથવા સાધુ-સંતને પીળા રંગની કોઈપણ વસ્તુનું દાન કરે તો તેમનો ગુરુ પ્રબળ બની શકે. ગણપતિ દાદાની આરાધના અચૂક કરવી જોઈએ અને હનુમાન ચાલીસા પણ કરવી જોઈએ. બને તો શિવ ભગવાનના મંદિરે દર સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ અને સોમવારે સફેદ વો ધારણ કરવા જોઈએ.
તમારું 2026નું વર્ષ કેવું જશે?..... નીચે આપેલી રાશી પર ક્લિક કરો અને જાણો તમામ માહિતી
• મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે
• વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે
• મિથુન : આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યો ઉમેરાઈ શકે છે
• કર્ક : શેરબજારમાં રોકાણ કરનારાઓને આ વર્ષે જલસો પડશે
• સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો
• કન્યા : પગાર વધશે, પ્રમોશન પણ મળશે
• તુલા : શેરબજારમાં કમાણી કરવા માટે આ ઉત્તમ વર્ષ છે
• વૃશ્ચિક : આ વર્ષે બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું
• ધન : કોલેજિયનો માટે આ વર્ષ સારું પૂરવાર થશે
• મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું
• કુંભ : પ્રોપર્ટી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરતા
• મીન : આ વર્ષે વિદેશપ્રવાસ કરવાના સંજોગો મજબૂત છે
• તમારા જન્મતારીખના અંકો અનુસાર તમારું 2026નું વર્ષ કેવું રહેશે?


