World

જાપાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ : 7.1 ના ભૂકંપ પછી લાગેલા આ ભૂકંપને લીધે ગભરાહટ

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
જાપાનમાં ફરી ધરતી ધ્રુજી ઉઠી છે. ૭.૧ની તીવ્રતાના ભૂકંપ બાદ ઉપરા ઉપરી આ 9મો ભૂકંપ છે. જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયોસાયન્સ અનુસાર, તેનું કેન્દ્ર 78 કિ.મી. ઊંડું હતું. થોડા સપ્તાહ પૂર્વે કુમામોટો ક્ષેત્રમાં 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 18 લોકોના મોત થયા હતા અને 62થી વધુ ઘાયલ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ : 7.1 ના ભૂકંપ પછી લાગેલા આ ભૂકંપને લીધે ગભરાહટ

ટોક્યો : જાપાનમાં ફરી એકવાર ધરતી ધુ્રજી ઊઠી છે માત્ર થોડા દિવસો પહેલાં જ ૭.૧ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને પગલે આવેલા આ પ્રમાણમાં નવમાં ભૂકંપ છતાં ઉપરા ઉપરી થયેલા ભૂકંપોને લીધે લોકોમાં ગભરાહટ અને દહેશત પણ વ્યાપી રહ્યાં છે.
આ ભૂકંપનું કેન્દ્ર ૭૮ કી.મી. જેટલું ઊંડું હતું તેમ જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયોસાયન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
તે સર્વવિદિત છે કે, થોડાં સપ્તાહો પૂર્વે જ જાપાનના દક્ષિણના મુખ્ય દ્વિપ ક્યુશુના કુમામોટો ક્ષેત્રમાં એક ભયંકર ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ૭.૧ હતી. તેમાં ૧૮ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતાં અને ૬૨થી વધુ ઘાયલોમાં છની સ્થિતિ અત્યંત ગંભીર હતી. પહેલાં તો માત્ર ૧૮ વ્યક્તિઓ જ મરી ગઈ છે. તેમ જાણવા મળ્યું હતું પરંતુ પછીથી જેમ જેમ કાટમાળ દૂર કરાતો ગયો, તેમ તેમ બચાવ કર્મીઓને વધુ મૃતદેહો હાથ લાગ્યા હતા.
તે ભૂકંપ દરમિયાન સૌથી વધુ નુકસાન તો મધ્ય કાશીમા સ્થિત એઓમ-મોલમાં થયું હતું. જોકે તે સમયે ત્યાં રહેલા આશરે ૩૦૦૦ ગ્રાહકોને અન્ય સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા. મોલનો એક ભાગ તૂટી પડયો હતો તે પણ સર્વવિદિત છે.