Get The App

Rashifal 2026... સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
Rashifal 2026... સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો 1 - image

સિંહ - 23 જુલાઈથી 22 ઓગસ્ટ

Leo Rashifal 2026 : ક્રાંતિવૃત 120થી 150 અંશ સુધીમાં સિંહ રાશિનો સમાવેશ થાય છે. રાશિ સ્વામી સૂર્ય  છે. નક્ષત્ર સ્વામી કેતુ, શુક્ર, સૂર્ય છે. જંગલનો રાજા સિંહ એ આ રાશિનું ચિહ્ન છે. સિંહ રાશિ એ અગ્નિ તત્ત્વની, સ્થિર સ્વભાવની પુરુષ રાશિ છે. આ જાતકોમાં  સ્થિરતા જોવા મળે છે. તેઓ આવેશમાં આવ્યા વગર સમજીવિચારીને નિર્ણયો લેતા હોવાથી આ નિર્ણયો મોટે ભાગે સાચા પડતા હોય છે. આ રાશિના જાતક રાજા જેવું જીવન  પસંદ કરે છે. જેમ રાજાને પ્રશંસા ખૂબ પ્યારી હોય છે તેમ આ જાતકોને પણ પ્રશંસાની ભૂખ હોય જ છે. તેમને સત્તા ગમે છે. અધિપતિ સ્વામી સૂર્ય હોવાથી એ તેમનામાં નિયમિતતા અને શિસ્તનો ગુણ પ્રબળ રીતે જોવા મળે છે. આ રાશિના જાતકો સર્જનાત્મક કાર્યા કરી શકે છે. પ્રકૃતિગત સિંહ આળસુ પ્રાણી છે, તેથી આ જાતકોમાં પણ આળસનો અવગુણ જોવા મળે છે. ફરજ ના પડે ત્યાં સુધી કોઈ કામ તેઓ હાથ પર નહીં લે! કહેવત છેને કે સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય. એવું જ આ જાતકોનું છે. તેમની પસંદગી મોટે ભાગે એક્સ્ટ્રા-ઓર્ડિનરી જ હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો હોય છે, અને તેમનો ઇગો પણ મોટો હોય છે. સિંહ રાશિમાં મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સમાવેશ થાય છે. મઘા નક્ષત્રમાં જન્મેલ જાતકમાં ભોળપણનું પ્રમાણ વધારે હોય. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલ જાતકમાં નિયમિતતાનો ગુણ વિશેષપણે જોવા મળે છે. એમની પસંદગી ઊંચી હોય છે. ઉત્તરા ફાલ્ગુનીમાં જન્મેલા જાતકમાં સિંહ રાશિના બધા જ સદગુણો જોવા મળે છે.  

શરીર - મન - સ્વાસ્થ્ય 

2026માં સિંહ રાશિના જાતકોને શારીરિક તંદુરસ્તી એકંદરે સારી રહે. જોકે શનિ મહારાજ આઠમા સ્થાનમાં બિરાજમાન હોવાથી ક્યારેક શારીરિક કષ્ટ અનુભવવું પડે એવી પરિસ્થિતિ સર્જાય. માનસિક સ્તરે તેઓ એકદમ સ્વસ્થ રહેશે. 

મારું ઘર મારો પરિવાર 

પારિવારિક સંબંધોની જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આ વર્ષે કુટુંબના સભ્યો સાથે ભરપૂર વાતચીત કરવી, કમ્યુનિકેટ કરવું. નિકટનો સંબંધ ધરાવતા સ્વજનો સાથે સમજીવિચારીને ચર્ચા કરવી. પરિવાર પાછળ ખર્ચ થાય એવી સંભાવના છે. આઠમા સ્થાનમાં રહેલા શનિદેવતા સાતમી દ્રષ્ટિથી કુટુંબ સ્થાનને જોતા હોવાથી થોડાક પારિવારિક વાદવિવાદની શક્યતા પણ છે. તેથી કુટુંબીજનો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થાય ત્યારે ધીરજ ન ગુમાવવી, સમજીવિચારીને વાત કરવી. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

લગ્ન એ એક સંસ્કાર છે અને આ સંસ્કારમાં સંસારના મોટાભાગે લોકો જોડાતા હોય છે. સિંહ રાશિના જાતકો માટે સાતમા ભાવમાં રાહુ મહારાજ લગ્નના યોગને પ્રબળ બનાવે છે. જે વ્યક્તિના લગ્ન થઈ ગયાં છે એમણે જીવનસાથી સાથે જોડે થોડીક સાવચેતી રાખવી પડશે અને સંબંધ ટકાવી રાખવા માટે વધુ મહેનત કરવી પડશે. સંતાન ઇચ્છતા જાતકે જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન વિશેષ પ્રયત્નો કરશે તો ગુડ ન્યુઝ પ્રાપ્ત થઈ શકશે. પ્રેમલગ્ન કરવા ઇચ્છતા જાતકો પણ આ સમયગાળા દરમિયાન સફળ થઈ શકશે. 

ભણતર અને ગણતર 

સિંહ રાશિના જાતક વિદ્યાર્થીઓ માટે ભણતરમાં 2026નું વર્ષ સારું નીવડે એવા યોગ બને છે. ગુરુ મહારાજ મિથુન રાશિમાં બેઠા હોય અને સાતમી દૃષ્ટિથી વિદ્યાભવનના ભાવ તરફ નજર કરતા હોવાથી સારું પરિણામ આવે એવી શક્યતા છે... પણ આઠમા બેઠેલા શનિ મહારાજ દસમી દ્રષ્ટિથી વિદ્યાભવનને દૃષ્ટ કરતા હોવાથી મહેનત પુષ્કળ પ્રમાણમાં કરવી પડે. ડિગ્રીમાં ક્યાંક કશુંક અટક્યું હશે તો એ આ વર્ષે પૂરું થવાની સંભાવના છે, અલબત્ત, તે માટે મહેનત તો પુષ્કળ કરવી પડશે. જૂન 2026 સુધી જો વધારે પ્રયાસ કરવામાં આવે તો સફળતા જલ્દી મેળવી શકાય. 

નોકરી - ધંધો - કરીઅર 

સિંહ રાશિના નોકરીયાત વર્ગ માટે કર્ક રાશિમાં બેઠેલા ગુરુ મહારાજ સાતમા શાંતિ નોકરી ભુવનને જોતા હોવાથી જૂન 2026 પછીનો સમય વધારે અનુકૂળ નીવડે એવા યોગ છે. જે જાતક નવી નોકરી માટે શોધ કરી રહ્યા હોય અથવા નવી જોબની શરૂઆત કરી રહ્યા હોય તેમના માટે જૂન 2026 પછીનો વધારે સમય યોગ્ય છે. શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી કર્મભુવનને જોતા હોવાથી બિઝનેસ કરતા જાતકો અમુક સમય યોગ્ય નિર્ણય ન લઈ શકે, એવું બને. એવું પણ બને કે ધંધાનાં અમુક કામો સમયસર ન થાય. ધંધામાં જરૂર પૂરતું જ સાહસ કરવું. ઉતાવળ કરવાની ભૂલ બિલકુલ કરશો નહીં.  

પૈસા યે પૈસા 

શેરબજાર, સટ્ટો, લોટરી જેવી બાબત પર વાત કરીએ તો આઠમા ભવનમાં બેઠેલા શનિ મહારાજ દશમ દ્રષ્ટિથી પંચમ ભાવના દ્રષ્ટ કરી રહ્યા છે, તેથી શેરબજારમાં સાહસ કરતાં પહેલાં દસ વાર વિચારીને કામ કરવું. બને એટલું જોખમ ટાળવું અને શક્ય હોય એટલું ઓછું શેરબજારમાં ઇન્વેસ્ટ કરવું. 2026 માટે તમારા માટે આ જ સલાહ રહેશે. ધાર્મિક યાત્રા અથવા બીમારી પાછળ પૈસા ખર્ચાય એવી સંભાવના છે. મિત્રો પાછળ પણ ખર્ચ થાય એવું બને. 

વાહન અને જમીન સુખ 

વાહન, જમીન કે ઘર લેવા ઇચ્છનાર માટે 2026 સુખદ સાબિત થઈ શકે છે. જૂનથી ડિસેમ્બર 2026 સુધી ઘર, જમીન કે વાહન લેવાના યોગ પ્રબળ બને છે. જેમને મકાન વેચવું હશે એમને થોભો અને રાહ જુઓ નીતિ અપનાવી પડશે. જો તેઓ પોતાનું મકાન વેચવા માગતા હોય તો જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન પ્રયત્ન કરવો, ત્યારબાદ મકાન લેવાના યોગ બનશે. શનિદેવ આઠમા સ્થાનમાં બિરાજમાન હોવાથી વારસાઈ મિલકતમાં પણ લાભ મળી શકે એવા યોગ બને છે. એકંદરે મકાન અને વાહન સુખ માટે સિંહ રાશિના જાતકો માટે 2026 સારું સાબિત થઈ શકશે. 

નારી તું નારાયણી 

સિંહ જાતકનીઓ માટે આ વર્ષ સ્વાસ્થ્ય માટે ઠીકઠાક જશે. અલબત્ત, દવાદારૂમાં થોડા પૈસા જાય તેવા સંજોગ છે. પરિણીત સ્ત્રીઓએ જીવનસાથે સાથે સાવચેતીપૂર્વક વર્તવું, અને સમજપૂર્વક કોઈ પણ વાતનો નિર્ણય લેવો. સામાન્ય નાની એવી વાતમાંથી વતેસર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવુ. લગ્નોત્સુક યુવતીઓ માટે 2026નું વર્ષ સારું સાબિત થઈ શકશે. જેમને વિદેશ જવું છે એ મહિલાઓ માટે આ થોડોક સમય કપરો છે. સંતાન ઇચ્છતી મહિલાઓ 2026 દરમિયાન માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકે એવા યોગ બને છે. જાન્યુઆરીથી જૂન 2026 દરમ્યાન વધારે પ્રયત્ન કરવા, કેમ કે આ સમયગાળા દરમ્યાન યોગ પ્રબળ બને છે. નોકરીયાત ીઓએ પોતાની સાથે કામ કરતા કર્મચારી તથા સિનિયરો સાથે સાવધાનીપૂર્વક વાત કરવી જોઈએ. નાહક વાદવિવાદમાં પડવું નહીં. બિઝનેસ કરતી ીઓએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. 

વિશેષ ઉપાય 

સિંહ રાશિના જાતકોએ તેમના ભાગ્યમાં પરિવર્તન આણવા માટે અને અમુક અવરોધરૂપ બાબતો દૂર કરવા માટે ઉપાય કરવા જોઈએ. શક્ય હોય તો ગુરુવારે પીળાં વ પહેરવાં જોઈએ. પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. બને તો રોજ સૂર્યનારાયણને પાણી ચઢાવવું જોઈએ કે જેથી તમે પ્રબળ બનો. ગણપતિદાદા અને હનુમાનદાદાની આરાધના અવશ્ય કરવી જોઈએ.

તમારું 2026નું વર્ષ કેવું જશે?..... નીચે આપેલી રાશી પર ક્લિક કરો અને જાણો તમામ માહિતી

• મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે

• વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે

• મિથુન : આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યો ઉમેરાઈ શકે છે

• કર્ક : શેરબજારમાં રોકાણ કરનારાઓને આ વર્ષે જલસો પડશે

• સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો

• કન્યા : પગાર વધશે, પ્રમોશન પણ મળશે

• તુલા : શેરબજારમાં કમાણી કરવા માટે આ ઉત્તમ વર્ષ છે

• વૃશ્ચિક : આ વર્ષે બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું

• ધન : કોલેજિયનો માટે આ વર્ષ સારું પૂરવાર થશે

• મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું

• કુંભ : પ્રોપર્ટી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરતા

• મીન : આ વર્ષે વિદેશપ્રવાસ કરવાના સંજોગો મજબૂત છે

• તમારા જન્મતારીખના અંકો અનુસાર તમારું 2026નું વર્ષ કેવું રહેશે?