કર્ક - 21 જૂનથી 22 જુલાઈ
Cancer Rashifal 2026 : ક્રાંતિવૃત 90થી 120 અંશ સુધીમાં કર્ક રાશિનો સમાવેશ થાય છે. રાશિ સ્વામી ચંદ્ર છે. નક્ષત્ર સ્વામી ગુરુ, શનિ અને બુધ છે. આ જળ તત્ત્વની ચર સ્વભાવની ી રાશિ છે. કર્ક રાશિના ચિહ્નમાં કરચલાનું પ્રતીક જોવા મળે છે. એટલે આ રાશિના જાતકો થોડા ડરપોક, અતિશય લાગણીશીલ અને પોચા મનના હોય છે. તેમને સતત કોઈકની હૂંફની જરૂર પડતી હોય છે. આ રાશિના પુરુષો પણ સ્વભાવે કોમળ અને લાગણીપ્રધાન હોય છે. તેમનામાં સમર્પણની ભાવના હંમેશા જોવા મળે. તેઓ અચાનક ખુશ અને અચાનક દુઃખી થઈ શકે છે. કોઈપણ લાગણી છુપાવી ના શકે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી તેમનો સ્વભાવ કલ્પનાશીલ હોય છે. ચંદ્ર ચંચળતાનો કારક હોવાથી અને જળ તત્ત્વની રાશિ હોવાના લીધે આ જાતકોને કોઈ મૂર્ખ સરળતાથી બનાવી જાય. એમનામાં નિર્ણય શક્તિનો અભાવ હોય. મન અતિ ચંચળ હોવાને લીઘે વિચારો બદલાયા કરે. લક્ષ્ય હાંસલ કરવા માટે જિદ્દી પણ હોય. કર્ક રાશિમાં પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા જેવા નક્ષત્રનો સમાવેશ થાય છે. પુનર્વસુ નક્ષત્રમાં જન્મ જાતકનું શરીર ધરાવતા હોય અને ધાર્મિક હોય. પુષ્ય નક્ષત્રમાં જન્મેલા જાતકમાં ફળદ્રુપતા સવિશેષ જોવા મળે. અને આશ્લેષણ નક્ષત્રમાં જન્મેલા જાતકમાં નબળાઈ વધારે જોવા મળે.
શરીર - મન - સ્વાસ્થ્ય
2026માં કર્ક રાશિના જાતકોના શારીરિક તંદુરસ્તી આમ સારી રહે, પણ વર્ષના મઘ્ય ભાગથી અંત સુધીમાં થોડીક શારીરિક કાળજી રાખવી જરૂરી છે. માનસિક અવસ્થા એકંદરે સારી રહે. આઠમાં ભુવનમાં બેઠેલા રાહુ દવામાં ખર્ચ કરાવડાવે. તબિયત સારી ન જણાતા તરત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
મારું ઘર મારો પરિવાર
કર્ક રાશિના જાતકોને પરિવારમાં બોલવાથી મન દુઃખ થઈ શકે છે. તેથી સમજીવિચારીને કામ કરવું. પરિવારના સભ્યો સાથે થોડીક દૂરી મહેસુસ થાય અથવા સંબંધોમાં થોડાક વિધ્ન આવતા હોય તેવું લાગ્યા કરે. આ વર્ષ દરમિયાન પરિવાર સાથે કોઈ લાંબા વિવાદમાં ઉતરવું નહીં.
પ્રેમ - લગ્ન - સંતતિ
કર્ક રાશિના લગ્નોત્સુક જાતકોને 2026 દરમિયાન લગ્નની બાબતે સફળતા પ્રાપ્ત કરી શકશે. જેમનાં લગ્ન ન થતાં હોય તેવા જાતક જો જૂન 2026થી ડિસેમ્બર 2026 સુધી પ્રયાસ કરે તો અચૂક સફળતા પ્રાપ્ત થાય. સંતાન ભુવનની વાત કરીએ તો જેમને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો કર્ક રાશિના જાતક ઉપર આપેલા સમયગાળા મુજબ જો પ્રયત્ન કરે તો સફળતા પ્રાપ્ત થાય. પ્રેમલગ્ન ઈચ્છનાર જાતક પણ સફળતા પ્રાપ્ત કરી શકશે. પરિવારથી મંજૂરી મેળવવામાં થોડીક અગવડ આવે, પણ સરવાળે સફળતા મળશે.
ભણતર અને ગણતર
કર્ક રાશિના જાતકના વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. લગ્નમાં બેઠેલા ગુરુ મહારાજ વિદ્યા અભ્યાસમાં સારું પરિણામ આપી શકશે. ડિગ્રીમાં સફળતા પ્રાપ્ત થઈ શકે તેવા યોગ બને છે. જૂન 2026થી 31 ડિસેમ્બર 2026નું વર્ષ ભણતર માટે વધુ સફળતા આપવાવાળું બને.
નોકરી - ધંધો - કરીઅર
કર્ક રાશિના જાતક જે નોકરીયાત છે, તેમના ભાગ્ય ભુવનમાં બેઠેલા શનિ મહારાજ દસમી દ્રષ્ટિથી નોકરી સ્થાને જુએ છે એટલે એમણે નોકરીમાં થોડીક અડચણનો સામનો કરવો પડે, પરંતુ બારમાં ભુવનમાં બેઠેલા ગુરુ મહારાજ સાતમી દ્રષ્ટિથી નોકરી સ્થાનને જોતા હોવાથી થોડા સમય પછી અડચણનો ઉકેલ પણ આવી જશે. નોકરીયાત કર્મચારીઓએ વાદવિવાદ કરવાનું ટાળવું. પ્રમોશન મળે એ માટે વધુને વધુ મહેનત કરવી. પરિશ્રમ વગર સફળતા નહીં જ પ્રાપ્ત થાય. ધંધાર્થીઓને આ વર્ષે લાભ મળે. અલબત્ત, તેમને પણ થોડીક અડચણ આવવાની સંભાવના છે.
પૈસા યે પૈસા
શેરબજાર સાથે સંકળાયેલા કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ સુખદાયી નીવડશે. કર્ક રાશિમાં બેઠેલા ગુરુ મહારાજ જૂન 2026 પછી શેરબજાર સંકળાયેલા જાતકોને ફાયદો અપાવશે. આ વર્ષ દરમિયાન ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ થાય અથવા બીમારીને કારણે દવાદારૂમાં પણ નાણાં ખર્ચવા પડે. આઠમા ભુવનમાં બેઠેલા રાહુ અચાનક લાભ અપાવે એવી શક્યતા પણ છે. અલબત્ત, શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી લાભસ્થાનને જોતા હોવાથી અને કેતુ મહારાજ ધનસ્થાનમાં બેઠા હોવાથી લાભમાં થોડોક વિલંબ થઈ શકે.
વાહન અને જમીન
વાહન, જમીન કે નવું ઘર લેવા ઈચ્છતા હોય તો આ રાશિના લોકોને 2026ના પહેલા છ મહિના ખૂબ સફળતા અપાવશે. જો આ સમયગાળામાં નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ પ્રબળ બને છે. જેમને જમીન વેચવાના સોદા કરવા છે તેમણે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી પડશે. ઘર અને જમીનના વેચાણ માટે તેઓ જૂન 2026 પછી પ્રયાસ કરવાથી સફળતા પ્રાપ્ત થશે.
નારી તું નારાયણી
કર્ક રાશિની જાતક બહેનોએ પોતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખવી. આઠમાં સ્થાને બેઠેલા રાહુ અચાનક લાભ પણ કરાવી શકે છે અને અણધારી બીમારી પણ કરાવી શકે છે. લગ્નોત્સુક યુવતીઓ જૂન 2026થી ડિસેમ્બર 2026 સુધીમાં પ્રયાસ કરે તો સફળતા મળે. આ જ સમયગાળામાં સંતતી ઇચ્છતી મહિલાઓને પણ સારા સમાચાર મળે તેવા યોગ છે. ભાગ્ય ભુવનમાં બેઠેલા શનિ મહારાજ વિદેશયાત્રા કરાવી શકે છે. વિઝાનું અટકેલું કામ સફળતાપૂર્વક આગળ વધશે. 2026ના વર્ષમાં ભાગ્ય મહિલાઓને સારો સાથ આપવાનું છે.
વિશેષ ઉપાય
કર્ક રાશિના જાતકોએ બને એટલી શિવ ભગવાનની આરાધના કરવી જોઈએ. દર સોમવારે શિવલિંગ ઉપર દૂધની ધાર કરવી જોઈએ. કર્ક રાશિના જાતકોએ મંગળ મજબૂત કરવા માટે હનુમાન ચાલીસા અને ગણપતિ દાદાની આરાધના કરવી જોઈએ. નોકરી ઈચ્છતા જાતકોએ દર ગુરૂવારે પીળા રંગનાં વ ધારણ કરવા જોઈએ, તેમજ સાધુબાવાને પીળા રંગની કશીક વસ્તુનું દાન કરવું જોઈએ.
તમારું 2026નું વર્ષ કેવું જશે?..... નીચે આપેલી રાશી પર ક્લિક કરો અને જાણો તમામ માહિતી
• મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે
• વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે
• મિથુન : આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યો ઉમેરાઈ શકે છે
• કર્ક : શેરબજારમાં રોકાણ કરનારાઓને આ વર્ષે જલસો પડશે
• સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો
• કન્યા : પગાર વધશે, પ્રમોશન પણ મળશે
• તુલા : શેરબજારમાં કમાણી કરવા માટે આ ઉત્તમ વર્ષ છે
• વૃશ્ચિક : આ વર્ષે બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું
• ધન : કોલેજિયનો માટે આ વર્ષ સારું પૂરવાર થશે
• મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું
• કુંભ : પ્રોપર્ટી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરતા
• મીન : આ વર્ષે વિદેશપ્રવાસ કરવાના સંજોગો મજબૂત છે
• તમારા જન્મતારીખના અંકો અનુસાર તમારું 2026નું વર્ષ કેવું રહેશે?


