Baroda

વડોદરા બીલ રોડ ઉપર સ્કૂટરમાં છુપાઈ રહેલા કોબ્રાનું રેસ્ક્યુ

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના બિલ રોડ પર પાર્ક કરેલા સ્કૂટરમાં કોબ્રા ઘુસી ગયો હતો. મીટર પાસે ઝેરી સાપ દેખાતા રાહદારીઓએ વન વિભાગને જાણ કરી. વન વિભાગની ટીમે સ્કૂટરના પાર્ટ્સ ખોલીને કોબ્રાનું સફળ રેસ્ક્યુ કર્યું. બાદમાં સાપને સુરક્ષિત સ્થળે છોડી દેવાયો. લોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા બીલ રોડ ઉપર સ્કૂટરમાં છુપાઈ રહેલા કોબ્રાનું રેસ્ક્યુ

Vadodara News : વડોદરામાં વાહનોમાં છુપાઈ જતા ઝેરી સરીસૃપોનું રેસ્ક્યુ કરવાના અવારનવાર બનાવો બને છે ત્યારે આજે બિલ રોડ ઉપર સ્કૂટરમાં છુપાઈ ગયેલા એક કોબ્રાનું સ્કૂટરના પાર્ટ્સ કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પાર્ક થયેલા સ્કૂટરમાં આગળના ભાગે મીટર નજીક એક કોબ્રા જોવા મળતા રાહદારીઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટની ટીમ આવી ત્યારે કોબ્રા સ્કૂટરની અંદર છુપાઈ ગયો હોવાથી સ્કૂટરના ભાગ બહાર કાઢીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ફોરેસ્ટની ટીમે સાપને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ કરી હતી. આમ લોકોની સમય સૂચકઆતાને કારણે એક ગંભીર બનાવ બનતો રહી ગયો હતો.