Entertainment

સૈફની બહેન સબાનો ખુલાસો કરીના કપૂર ગર્ભવતી બની નથી

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં કરીના કપૂર ખાનના બેબી બમ્પની અફવા સબા અલી ખાને ફગાવી દીધી છે. સબાએ સ્પષ્ટતા કરી કે કરીના ગર્ભવતી નથી. જિમમાંથી બહાર નીકળતી કરીનાની તસવીરોમાં પેટ ઉપસેલું દેખાતા અફવાઓ વહેતી થઈ હતી. સબાએ સોહા અલી ખાનને બીજું સંતાન કરવા સમજાવી રહી હોવાનું પણ જણાવ્યું. કરીનાની ફિલ્મ 'દાયરા' 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈફની બહેન સબાનો ખુલાસો કરીના કપૂર ગર્ભવતી બની નથી

મુંબઈ : સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂર ખાનની નણંદ સબા ખાને ચોખવટ કરી દીધી છે કે તેની ભાભી કરીના કપૂર ખાન ગર્ભવતી નથી. તેની પોસ્ટમાં સબાએ તેની બહેન સોહા અલી ખાનને બીજું સંતાન કરવા સમજાવી રહી હોવાની વાત પણ કરી દીધી હતી.
કરીના કપૂર ખાન એક જિમમાંથી બહાર નીકળતી હતી ત્યારે પાપારાઝીઓએ લીધેલી તસવીરમાં તેનું પેટ ઉપસી આવ્યું હોવાનું દેખાતાં સોશ્યલ મિડિયા પર તેને બેબી બમ્પ ગણાવી અફવા ચાલી હતી કે કરીના કપૂર ગર્ભવતી છે. એ પછી કરીનાની ટીમે પણ ચોખવટ કરી હતી કે કરીના ગર્ભવતી નથી.
સબાએ સોશ્યલ મિડિયા પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે હું મારી બહેનને બીજા સંતાન માટે સમજાવી રહી છું. કાશ, આ સાચું પડે. આ કહેવા બદલ તે મને મારી નાંખશે. કેટલીક ચીજો પ્રાઇવેટ જ રહેવા દેવી જોઇએ. કુૅણાલ ખેમુ અને સોહા અલી ખાનને એક પુત્રી ઇનાયા છે. કરીના કપૂરની આગામી ફિલ્મ દાયરાને મેઘના ગુલઝારે નિર્દેશિત કરી છે. આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રજૂ થશે.