વૃશ્ચિક - 23 ઓક્ટોબરથી 21 નવેમ્બર
Scorpio Rashifal 2026 : ક્રાંતિવૃત 210થી 240 ડિગ્રી સુધીમાં વૃશ્ચિક રાશિનો સમાવેશ થાય છે. વૃશ્ચિક રાશિમાં વિશાખા, અનુરાધા અને જ્યેા નક્ષત્રનો સમાવેશ થાય છે. રાશિ સ્વામી મંગળ છે. ગુરુ, શનિ, બુધ નક્ષત્રના અધિપતિ છે. વૃશ્ચિક રાશિ એ જળ તત્ત્વની સ્થિર સ્વભાવની રાશિ છે. તેનું ચિહ્ન વીંછી છે. અંગારા પર પાણી છાંટવાથી તે રાખ થઈ જાય તેવી રીતે આ રાશિના જાતકોને ગુસ્સો જલદી આવે, પરંતુ શાંત પણ જલદી પડી જાય. અધિપત્ય ગ્રહ મંગળ હોવાના કારણે તેમનામાં સ્વભાવ નીડરતા જોવા મળે છે. તેઓની તાસીરમાં દેખાદેખી અને ઈર્ષાનાં તત્ત્વો પણ ખરાં. આ રાશિનું પ્રતીક વીંછી છે, તેથી તેઓ ડંખીલા સ્વભાવના પણ ખરા. આ જાતકો પ્રેક્ટીકલ ઓછા જોવા મળે. લગ્નમાં રાહુ હોય તેવી ી જાતક અતિશય ધાર્મિક હોય છે. વિશાખા નક્ષત્રમાં જન્મેલા જાતકમાં ધાર્મિકતાનું પ્રમાણ વધારે હોય. જે જાતક અનુરાધા નક્ષત્રમાં જન્મ હોય એ તેઓ આયોજનબદ્ધ આગળ વધનારા છે. જેમનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્ર છે એવા જાતકો બુદ્ધિશાળી હોય છે. ચંદ્ર આ રાશિમાં નીચનો થતો હોવાથી માનસિક તકલીફો વધે. તેઓ ડિપ્રેશનનો ભોગ પણ બની શકે છે.
શરીર - મન - સ્વાસ્થ્ય
શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો 2026નું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું જાય એવા યોગ છે. ભાગ્ય સ્થાનમાં ગુરુ મહારાજ બેસીને દેહ ભુવન તરફ દ્રષ્ટિ કરતા હોવાથી લાંબી બીમારી આવવાની શક્યતા નથી. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. માનસિક ચુસ્તી પણ બની રહેશે. આ વર્ષે ધાર્મિક કાર્ય કરવાના યોગ પ્રબળ બને છે.
મારું ઘર મારો પરિવાર
પારિવારિક સંબંધોની વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ સરસ પૂરવાર થવાનું છે. હા, પંચમ ભાવમાં બેઠેલા શનિ મહારાજ દસમી દ્રષ્ટિથી વાણીસ્થાનને દ્રષ્ટ કરતા હોવાથી પરિવારમાં મનદુખ થવાના પ્રસંગો પણ બની શકે છે. સમજીવિચારીને, સૌને સાથે લઈને કામ કરવાથી પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહેશે. કુટુંબને ધનલાભ થાય. પરિવારમાં પણ વૃદ્ધિ થાય તેવા પણ યોગ છે. જાન્યુઆરીથી જૂન સુધીનો સમય કુટુંબ સાથે ખૂબ સારું છે. જૂનથી ડિસેમ્બર દરમિયાન થોડુંક સમજીવિચારીને નિર્ણય લેવો. વાણી પર વિશેષ કાબુ રાખવો.
પ્રેમ - લગ્ન - સંતતિ
વૃશ્ચિક રાશિના જાતક, કે જે લગ્ન સંસ્કારમાં જોડાવા ઈચ્છે છે, તેમણે આ વર્ષ દરમિયાન ‘થોભો અને રાહ જુઓ’ નીતિ અપનાવી પડશે. પંચમ ભુવનમાં બેઠેલા શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી સાતમા ભાવને જોતાં હોવાથી લગ્નના કામમાં વિઘ્નો આવી શકે છે. લગ્નવિષયક બાબતમાં ઉતાવળ ન કરવી. ધીરજથી કામ લેવું. પ્રેમલગ્ન કરવા માંગતા જાતકોએ પરિવારની સંમતિ લેવા માટે વિશેષ મહેનત કરવી પડશે. સંતાન ઇચ્છતા દંપતિઓ માટે 2026નું વર્ષ ગુડ ન્યુઝ લાવશે. પંચમ સ્થાનમાં બેઠેલા શનિ મહારાજ અચૂક સારું ફળ આપશે. અલબત્ત, બીજું સંતાન ઇચ્છતા દંપતિઓએ થોડી પ્રતિક્ષા કરવી પડશે.
ભણતર અને ગણતર
વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું જાય તેવા યોગ બને છે. બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અને બેચલર ડિગ્રી માટે ભણી રહેલા વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. અલબત્ત, માસ્ટર ડિગ્રી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ થોડીક રાહ જોવી પડશે. આ સમય મહેનત કરવાનો છે. ધારો કે આ વર્ષે ઇચ્છિત પરિણામ ન મળે તો પણ 2026 પછી સારાં પરિણામ આવે એવી સંભાવના છે.
નોકરી - ધંધો - કરીઅર
નોકરી કરવા ઈચ્છતા આ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે તેવા યોગ છે. ધંધા ક્ષેત્રે જેવો જોડાયેલા જાતકો નવો ધંધો શરૂ કરવાને બદલે હાલ જે ધંધો કરે છે તેમાં જ વધારે ધ્યાન આપે તે હિતાવહ છે, કારણ કે નવું શરૂ કરવામાં તકલીફો પેદા થાય તેવા યોગ બને છે. 2026ના અંત તરફ ધંધામાં થોડી સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ છે. આ વર્ષે બિઝનેસમાં સમજીવિચારીને રોકાણ કરવું. જે જાતક જમીન દલાલી સાથેના કાર્ય સાથે જોડાયેલા હોય તેમને જોકે આ વર્ષે વધારે સફળતા મળે તેવો પ્રબળ યોગ છે.
પૈસા યે પૈસા
શેરબજાર સાથે સંકળાયેલા આ રાશિના જાતકો માટે આ વર્ષ સફળ સાબિત થાય તેવા યોગ બને છે. પંચમ ભાવમાં શનિ મહારાજ બેઠા છે, તેથી શેર-સટ્ટા-લોટરી ફાયદો અપાવી શકે છે. લાંબા ગાળાના રોકાણમાં પણ શનિદેવ ફાયદો અપાવી શકે. શનિદેવ સાતમી દ્રષ્ટિથી લાભસ્થાનને દ્રષ્ટિ કરતા હોવાથી લાભ તો મળે, પણ થોડીક રાહ પણ જોવી પડે. અલબત્ત, શેરબજારની તાસીર સમજીને સમજીવિચારીને જ રોકાણ કરવું હિતાવહ છે.
વાહન અને જમીન
વાહન, ઘર, જમીન લેવા ઇચ્છતા જાતકો માટે આ વર્ષ શુભ સાબિત થાય તેવા યોગ બને છે. ગુરુ મહારાજ આઠમાં ભાવમાં બેસી નવમી દ્રષ્ટિથી સુખ ભાવને જોતા હોવાથી ઘર અને સંપત્તિમાં વધારો થાય તેવા યોગ પ્રબળ બને છે. વારસાની મિલકત મેળવવા માટે મહેનત કરશો તો આ વર્ષે સફળતા મળશે. ખાસ કરીને જાન્યુઆરીથી જૂન 2026 સુધી વિશેષ પ્રયાસ કરવો. એકંદરે 2026નું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે વાહન અને જમીનનું સુખ આપી શકશે.
નારી તુ નારાયણી
વૃશ્ચિક રાશિનો અધિપતિ સ્વામી મંગળ હોવાથી આ રાશિની મહિલાઓનું વ્યક્તિત્ત્વ મજબૂત હોય છે. જમીન - મકાન લેવા ઇચ્છતી મહિલાઓ માટે આ વર્ષ સારું સાબિત થઈ શકે છે. શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ માટે આ વર્ષ સરસ પૂરવાર થશે. બિઝનેસ કરતી મહિલાઓએ જોકે થોડીક કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે. નોકરીયાત મહિલાઓએ કર્મ કરતા રહેવું. સફળતા અચૂક મળશે, પણ થોડાક સમય બાદ. પહેલી વાર મા બનવા માગતી સ્ત્રીઓ માટે અત્યારે સારામાં સારા યોગ બને છે. બીજું સંતાન કરવા ઈચ્છતી મહિલાઓએ થોડી પ્રતિક્ષા કરવી પડશે.
વિશેષ ઉપાય
વૃશ્ચિક રાશિના જાતકોએ વિશેષ ઉપાય તરીકે મંગળવારે લાલ રંગનાં વો પહેરવા જોઈએ. ગણપતિના મંદિરે લાલ રંગનાં ફૂલ ચડાવવા જોઈએ. ગુરુવારે મંદિરમાં પીળા રંગના કપડાનું દાન કરવું જોઈએ. સોમવારે મહાદેવજીના મંદિરે જઈ અને દૂધનો અભિષેક કરવો જોઈએ, કે જેથી તેમના ભાગ્યનો અંક પ્રબળ બની શકે.
તમારું 2026નું વર્ષ કેવું જશે?..... નીચે આપેલી રાશી પર ક્લિક કરો અને જાણો તમામ માહિતી
• મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે
• વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે
• મિથુન : આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યો ઉમેરાઈ શકે છે
• કર્ક : શેરબજારમાં રોકાણ કરનારાઓને આ વર્ષે જલસો પડશે
• સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો
• કન્યા : પગાર વધશે, પ્રમોશન પણ મળશે
• તુલા : શેરબજારમાં કમાણી કરવા માટે આ ઉત્તમ વર્ષ છે
• વૃશ્ચિક : આ વર્ષે બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું
• ધન : કોલેજિયનો માટે આ વર્ષ સારું પૂરવાર થશે
• મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું
• કુંભ : પ્રોપર્ટી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરતા
• મીન : આ વર્ષે વિદેશપ્રવાસ કરવાના સંજોગો મજબૂત છે
• તમારા જન્મતારીખના અંકો અનુસાર તમારું 2026નું વર્ષ કેવું રહેશે?


