રહસ્યમય એઆઈ મોડલ ઓક્સ આલ્ફા લોન્ચ સાથે પોપ્યુલર થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેલિફોર્નિયા : એઆઈની દુનિયામાં એક નવા અને રહસ્યમય મોડલે ડેવલપર્સનું ધ્યાન ખેંચ્યું છે. ઓક્સ આલ્ફા નામનું આ એઆઈ મોડલ કોઈ જાણીતી કંપનીના નામ વગર એઆઈ માર્કેટપ્લેસ ઓપનરાઉટરમાં પર આવ્યું છે. તેની ખાસિયત છે કે, તે ડેવલપર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. તેની કંપનીના નામની જાહેરાત નથી કરાઈ.
આ મોડલમાં ૧ મિલિયન ટોકન ફ્રીમાં આપવામાં આવે છે એટલે કે, તે એક જ સેશનમાં મોટા કોડબેઝને સંભાળી શકે છે. તે ટેક્સ્ટ, ઈમેજ અને વીડિયો ઈનપુટને પ્રોસેસ કરી શકે છે. તેને કોડિંગ, રિઝનિંગ અને લાંબા સમય સુધી ચાલતા એઆઈ એજન્ટ વર્ક માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઓપનકોડ દ્વારા આ મોડલને એક અઠવાડિયા માટે અનલિમિટેડ ફ્રી એક્સેસ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
સ્ટ્રાઈપના સીઈઓ પેટ્રીક કોલિસને સોશિયલ મીડિયા પર મોડલની કામગીરીને બેસ્ટ ગણાવી હતી.
આ સાથે જ અનેક સોશિયલ મીડિયા ફોરમમાં આ મોડલની ચર્ચા શરૂ થતા એઆઈ ડેવલપર્સમાં તે પોપ્યુલર થયું છે. ઓક્સ આલ્ફા એઆઈની સાઈટ કહે છે કે, તેના વેબ ચેટ પરની વાતચીત તેના સર્વર પર સ્ટોર નથી થતી. જો કે સાઈટ એ પણ સ્પષ્ટ કરે છે કે, મેસેજ અપસ્ટ્રીમ મોડલ એપીઆઈ મારફતે પ્રોસેસ થાય છે.









