Astro

Rashifal 2026... મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું

By GS Team
2 Jan 20265 mins read
TukuTouch Logo
ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે? આકાશમાં વિહરતા ગ્રહો વ્યક્તિના જીવન પર શી અસર કરે છે? પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન એ વિચાર અને વર્તનનો નિયમ છે... આવતીકાલે શું થશે તે જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિને હોવાની. વિદ્યાર્થીઓ માટે, લગ્ન કે સંતાનની બાબતે, નોકરી-ધંધા-કરીઅર અંગે, વિદેશગમન અને વિઝાના મામલા ઇત્યાદિમાં 2026નું વર્ષ કેવું જવાનું છે? અશુભ બાબતોના નિવારણ માટે તેમજ શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? આવો, આ સઘળા વિષયો પર ચર્ચા કરીએ. યાદ રહે, અહીં રજૂ થયેલું ભવિષ્યકથન સન સાઇન (સૂર્ય - સાયન રાશિ) પ્રમાણે કરવામાં આવ્યું છે. સૂર્ય રાશિમાં તમારી જન્મતારીખને કેન્દ્રમાં રાખવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Rashifal 2026... મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું

મકર - 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

Capricorn Rashifal 2026 : ક્રાંતિવૃત 270થી 300 અંશ સુધીમાં મકર લગ્નનો સમાવેશ થાય છે. રાશિનો સ્વામી શનિ થાય છે. નક્ષત્રના અધિપતિ સૂર્ય, ચંદ્ર અને મંગળ થાય છે. રાશિનું ચિહ્ન મૃગના મુખવાળો મગર છે. પૃથ્વી તત્ત્વ સ્વભાવે ી રાશિ છે. સલામતીનો ગુણ સૌથી વધુ જોવા મળે છે. આરંભે શૂરા ગણાય. કોઈ કાર્યમાં જો ફાયદો ન થાય તો કાર્ય અધવચ્ચેથી છોડી દે. સ્વામી શનિ હોવાથી ચિંતનશીલ સૌથી વધારે જોવા મળે છે. ફ્‌લેક્સિબલ ખાસ્સા. ગુસ્સો આવે તો જલ્દી ઉતરે નહીં. સ્વાર્થની માત્રા વધારે હોય. મગરનું ચિહ્ન હોવાથી દેખાવે ભોળા, પરંતુ દાઢમાં રાખે તંત છોડે નહીં. મગર પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. મગરના આંસુ પાડીને કોઈને સારી રીતે પોતાનું કામ કરાવી શકે. ક્યારેક લાગણીઓનો અભાવ જોવા મળે. મકર રાશિમાં ઉત્તરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા જેવા નક્ષત્રનો સમાવેશ થાય છે.  ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલ જાતકમાં નબળા ગુણો બાદ થાય છે. ઉત્સાહ વધુ અને સ્વાર્થ ઓછા જોવા મળે. જે વ્યક્તિનો શ્રવણ નક્ષત્રમાં જન્મ હોય તો એમનામાં આ રાશિના દુર્ગુણ વિકસે છે. ઘનિા નક્ષત્રમાં જન્મેલ જાતક ઉત્સાહનો અતિરેક હોય. કોઈપણ બાબતની પકડ વધુ હોય, સ્વાર્થ વૃતિ થોડીક ઓછી.

શરીર - મન - સ્વાસ્થ્ય

2026માં મકર રાશિના જાતકોને શારીરિક તંદુરસ્તી સરસ રહેશે. કોઈ લાંબી બીમારી આવે એવા યોગ નથી. માનસિક શાંતિ પણ એકંદરે સારી રહેશે. જૂન-2026 પછી કર્ક રાશિમાં બેઠેલા ગુરુ મહારાજ દેહભુવન પર દ્રષ્ટિ કરતા હોવાથી સ્વાસ્થ્યમાં બહેતર પરિણામ મળશે.

મારું ઘર મારો પરિવાર 

મકર રાશિના જાતકો માટે પરિવાર સાથે એક નાની મુસાફરી અથવા ધાર્મિક યાત્રાઓએ જવાના યોગ પ્રબળ બને છે. ગોચર રાહુ મહારાજ પરિવારના સ્થાનમાં બિરાજમાન હોવાથી વાણીમાં ક્યાંક ગોટાળો કરાવે અથવા પરિવારિક સંબંધમાં ગેરસમજણ કરાવે. કુટુંબની સંપત્તિમાં પણ ધન લાભ થાય એવા સંજોગ બને છે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

મકર રાશિના અપરિણીત જાતકો, કે જે લગ્ન કરવા માંગતો હોય, તેમના માટે આ વર્ષ શુભ સાબિત થઈ શકે છે. લગ્નોત્સુક જાતક જો જૂન 2026થી ડિસેમ્બર 2026 દરમિયાન પ્રયાસ કરે તો તેઓ અચૂક સફળતા પ્રાપ્ત કરી શકે છે. જેમને સંતાન ન થતું હોય તેમણે થોડીક રાહ જોવી પડશે. બીજા સંતાન માટે પ્રયત્ન કરતા જાતક માટે આ વર્ષ શુભ સાબિત થઈ શકે એમ છે. જે પ્રેમમાં છે તેમને થોડીક મુશ્કેલી પડી શકે છે. આ વર્ષે પરિવારમાં મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી. થોભો અને રાહ જુઓને નીતિ અપનાવવી.  

ભણતર અને ગણતર 

ત્રીજી દ્રષ્ટિથી જોતાં શનિ મહારાજ ભણતરમાં થોડીક વધારે મહેનત માગી લે તેવા યોગ છે. જેઓ માસ્ટર ડિગ્રી મેળવવા માગતા હોય તેમના માટે 2026 સારું સાબિત થઈ શકે એમ છે. ઓવર-કોન્ફિડન્સમાં ન રહેવું. મહેનત કરવા પર વધુ ધ્યાન આપવું.  

નોકરી - ધંધો - કરીઅર 

નોકરીયાતો માટે જાન્યુઆરીથી જૂન 2026 સુધીનો સમય અચૂક સારો રહેશે. નોકરીમાં સારી પ્રગતિ, પ્રમોશન અને પગારવધારો થઈ શકે એવા યોગ છે. જેમની પાસે નોકરી નથી તેવા જાતકો જો ઉપર આપેલા સમય મુજબ છ મહિનાની અંદર વધારે પ્રયત્ન કરે તો સારી સફળતા પ્રાપ્ત કરી શકે. જેમને ધંધો કરવો છે તેમના માટે પણ આ છ મહિના વધુ સારા રહે તેવા યોગ બને છે. ધન સ્થાનમાં બેઠેલા રાહુ મહારાજ ધંધામાં સારો એવો પ્રોફિટ અચાનક અપાવી શકે છે. નોકરી માટે વિદેશ જવા માગતા જાતકોને સારી તકો મળશે. જેઓ કમિશનને લગતા ધંધામાં છે તેમના માટે 2026નું વર્ષ ખૂબ સારું છે. કાઉન્સિલિંગ, માર્કેટિંગ, ટૂર એન્ડ ટ્રાવેલ્સ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા જાતકો માટે આ વર્ષ સફળતાથઈ શકે તેવા યોગ પ્રબળ બને છે.

પૈસા યે પૈસા 

શેરબજાર સાથે સંકળાયેલા જાતકોએ આ વર્ષે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી પડશે. ત્રીજા ભુવનમાં બેઠેલા શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી શેર-સટ્ટા-લોટરી પર દ્રષ્ટિ કરતા કામ થોડુંક લંબાય તેવા યોગ બને છે. સમજીવિચારીને આગળ વધવું. મોટું સાહસ ન કરવું. સમજણથી રોકાણ કરવું. વારસા અને મિલકત માટે પ્રયાસ કરી રહેલા જાતકો માટે આ વર્ષ થોડુંક કઠિન સાબિત થાય તેવા યોગ પ્રબળ બને.  

વાહન અને જમીન 

વાહન, જમીન, મિલકત ખરીદવા માગતા જાતકોએ થોડીક રાહ જુઓ નીતિ અપનાવી પડશે. વર્ષના અંત દરમિયાન જો પ્રયાસ કરવામાં આવે તો 2026 પછી આ યોગ વધુ પ્રબળ બનતા જોઈ શકાય છે. વારસાની  મિલકત માટે પણ આ વર્ષના અંત દરમિયાન જો પ્રયાસ કરવામાં આવે તો થોડીક સફળતા પ્રાપ્ત થાય. રાહ જોવી પડે. વારસાની મિલકત મેળવવા માટે વધારે પ્રયત્ન કરવા પડે. આ વર્ષે અચાનક લાભ અચાનક નુકસાનના યોગ પ્રબળ છે.  

નારી તું નારાયણી 

સાતમા સ્થાનમાં બેઠેલા ગુરુ મહારાજ દેહભુવનની દ્રષ્ટિ કરતા હોવાથી  મહિલાઓને આ વર્ષે શારીરિક સુખ સારું મળે. લગ્ન કરવા ઇચ્છતી મહિલાઓ માટે વર્ષના અંતના છ મહિનામાં લગ્નનો યોગ પ્રબળ બને છે. સંતાન સુખ ઇચ્છતી મહિલાઓએ પણ પ્રથમ સંતાન હોય તો થોડીક રાહ જોવાની નીતિ અપનાવી પડે.

અલબત્ત, બીજા સંતાન માટે જો પ્રયાસ કરવામાં આવે તો એમાં સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ બને છે. સાસરી પક્ષ સાથે થોડાક મતભેદ ઊભા થાય તેવા યોગ બને છે, માટે વધારે વાદવિવાદ કરવાને બદલે સમય સાચવી લેવો. 

વિશેષ ઉપાય 

યાત્રા પ્રવાસમાં વધારે ખર્ચ થાય. દર શનિવારે શનિદેવને તેલ ચડાવવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ભાગ્યનો અધિપતિ બુધ જેવો ગ્રહ હોવાથી દર બુધવારે લીલા કલરનાં વ પહેરવા, મગનું સેવન કરવું અને શુક્રવારે ગાયને ઘાસ ખવડાવવાથી ભાગ્યનો ઉદય થાય તેવા સંજોગ બને.

તમારું 2026નું વર્ષ કેવું જશે?..... નીચે આપેલી રાશી પર ક્લિક કરો અને જાણો તમામ માહિતી

• મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે

• વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે

• મિથુન : આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યો ઉમેરાઈ શકે છે

• કર્ક : શેરબજારમાં રોકાણ કરનારાઓને આ વર્ષે જલસો પડશે

• સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો

• કન્યા : પગાર વધશે, પ્રમોશન પણ મળશે

• તુલા : શેરબજારમાં કમાણી કરવા માટે આ ઉત્તમ વર્ષ છે

• વૃશ્ચિક : આ વર્ષે બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું

• ધન : કોલેજિયનો માટે આ વર્ષ સારું પૂરવાર થશે

• મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું

• કુંભ : પ્રોપર્ટી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરતા

• મીન : આ વર્ષે વિદેશપ્રવાસ કરવાના સંજોગો મજબૂત છે

• તમારા જન્મતારીખના અંકો અનુસાર તમારું 2026નું વર્ષ કેવું રહેશે?