For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 18 of lockdown: દુનિયાભરમાં મૃત્યુદર 6 ટકા, જ્યારે ભારતનો આંક માત્ર 3 ટકા

Updated: Apr 11th, 2020

Day 18 of lockdown: દુનિયાભરમાં મૃત્યુદર 6 ટકા, જ્યારે ભારતનો આંક માત્ર 3 ટકા

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2020, શનિવાર

કોરોના વાયરસના કારણે વિશ્વમાં થઈ રહેલા મોતનો આંકડો શુક્રવારે એક લાખને પાર પહોંચી ગયો. ઈટાલી અને અમેરિકામાં સૌથી વધારે લોકોના મોત આ રોગચાળાના કારણે થયા છે. ઈટાલીમાં સૌથી વધારે 18,849 અને અમેરિકામાં 17,927 લોકો સંક્રમણના કારણે મોતને ભેટી ચુક્યા છે. નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાંથી નિકળેલા આ વાયરસે પાંચ મહિનામાં પુરા વિશ્વમાં કહેર વર્તાવી દીધો છે. Read More...


કોરોનાવાયરસ સામે સુપર પાવર અમેરિકા લાચાર, ઇટાલીથી પણ વધુ લગભગ 20 હજારનાં મોત
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાતો અમેરિકા કદાચ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સુપર પાવર અમેરિકા કોરોના વાયરસનો સૌથી મોટો શિકાર બન્યો છે. પહેલાથી જ વિશ્વનમાં સૌથી વધું COVID-19નાં ચેપને સહન કરી રહેલું અમેરિકા હવે તેનો ગઢ બનતું જોવા મળી રહ્યું છે. શનિવારે અહીં કુલ મોતની સંખ્યા પણ સૌથી વધુ થઇ હતી. ઇટાલીને પાછળ રાખીને અમેરિકામાં કુલ 19,666 લોકોનાં મોત થઇ ચુક્યા છે. Read More...


ન્યૂયોર્કમાં વેન્ટિલેટર પર રહેલા 80 ટકા દર્દીઓના મોત, યુરોપમાં કોરોનાનો કાળો કેર
વિશ્વના અન્ય દેશોની તુલનાએ અમેરિકા કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ સહન કરી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી પણ વધારે દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને અન્ય દેશોની સરખામણીએ સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમેરિકામાં છે. Read More...


શું પાકિસ્તાન અમેરિકાને હાઇડ્રોકસીકલોરોકવીન દવાની નિકાસ કરવા પર પ્રતિબંધ મુકયો ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસેથી હાઇડ્રોકસી કલોરોકિવન નામની ગોળી કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે માંગી હતી. ભારતે આ દવા અમેરિકાને આપવાનું નકકી કરીને માનવતા દાખવી છે. Read More...


ગુજરાતમાં વધુ નવા 36 કેસ નોધાયા, 3ના મોત, અમદાવાદ જિલ્લામાં 243 આંક થયો
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 36 પોઝીટીવ કેસ આવતાં કુલ 468 પર આંક પહોંચ્યો છે. ગુજરાતમાં નવા 36 પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાને લીધે 3 લોકોના મૃત્યુ થયા છે. સાજા થઈને 10 લોકો ઘરે પણ ગયા છે.  Read More...


કોવિડ-19 સામે લડવા માટે શ્રી શ્રી રવિશંકરે સરકારને આયુર્વેદિક સુવિધા ખુલ્લી મુકવાની સલાહ આપી
દેશમાં હાલ કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે પૂરજોશમાં લડત ચાલી રહી છે. વિશ્વનો કોઈ દેશ હજુ સુધી આ બીમારીનો ઈલાજ શોધવામાં સફળ નથી રહ્યો ત્યારે આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે સરકારને કોરોના સામે લડવા માટે એક સૂચન કર્યું છે.  Read More...


કોરોના વાયરસ મામલે પોતાના નામથી વાયરલ થઈ રહેલી પોસ્ટ અંગે રતન ટાટા નારાજ થયા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસે વાયરસ કરતા વધુ ઝડપથી અને સરળતાથી ફેક ન્યૂઝ પ્રસરી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને વાયરસ જેટલા જ જોખમી પણ ગણાવ્યા હતા. હાલમાં ટાટા જૂથના પૂર્વ ચેરમેન રતન ટાટાના નામથી એક પોસ્ટ વ્હોટ્સએપ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. Read More...


ભાઈબંધ પાકિસ્તાનને કંઈ ન થાય આ માટે ચીને લગાવ્યું એડીચોટીનું જોર : વિમાનો ભરી ભરીને સહાય પહોંચી રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની જેટલી ગાઢ છે તેટલી જ ગાઢ પાકિસ્તાનની ચીન સાથેની મિત્રતા છે. આ કારણે જ ચીન વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે પાકિસ્તાનને મેડિકલ સહાય આપી રહ્યું છે. Read More...


Coronavirus: ઓડિશા અને પંજાબ પછી મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું
ઓડિશા અને પંજાબ પછી મહારાષ્ટ્રએ પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે તેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવે કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. Read More...


કોરોના વાયરસ બ્રાઝિલમાં એમેઝોન જંગલના ઇન્ડિજિનિયસ લોકો સુધી ફેલાયો
બ્રાઝિલમાં કોરોના વાયરસના સંક્રમણથી 500 થી વધુ લોકોના મોત થયા છે જયારે 11 હજારથી પણ વધુ સંક્મિત થયા છે.કોરોના મહામારી શરુ થઇ ત્યારે ઔધોગિક રાજય સાઉ પાઇલો કેન્દ્રમાં હતું હવે સમગ્ર દેશમાં કિલર કોરોના વાયરસ ફેલાઇ ગયો છે. Read More...


ભારતમાં કોરોનાના દર્દીઓમાં 83 ટકા પુરૂષો, દર્દીઓની સરેરાશ વય 54 વર્ષ
ભારતમાં કોરોનાના જે દર્દીઓ સામે આવ્યા છે તેમને લઈને ઈન્ડિન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કરેલા એક સર્વેમાં રસપ્રદ તારણ બહાર આવ્યા છે. દેશના 20 રાજ્યોના 52 જિલ્લામાં કોરોનાના 5911 દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.  Read More...


Gujarat