કોરોના વાયરસ બ્રાઝિલમાં એમેઝોન જંગલના ઇન્ડિજિનિયસ લોકો સુધી ફેલાયો
વિશ્વનો પ્રાકૃતિક ગણાતો વિસ્તાર પણ કોરોનાથી બાકાત નથી
કોકોમા જાતિની 21 વર્ષની યુવતી પ્રથમ કોરોના પોઝિટિવ
રિઓડિજાનેરો, 11 એપ્રિલ,2020, શનિવાર
બ્રાઝિલમાં કોરોના વાયરસના સંક્રમણથી 500 થી વધુ લોકોના મોત થયા છે જયારે 11 હજારથી પણ વધુ સંક્મિત થયા છે.કોરોના મહામારી શરુ થઇ ત્યારે ઔધોગિક રાજય સાઉ પાઇલો કેન્દ્રમાં હતું હવે સમગ્ર દેશમાં કિલર કોરોના વાયરસ ફેલાઇ ગયો છે. રોજ બરોજ સંક્રમિત લોકોની સંખ્યા અને મૃતકનો આંકડો વધી રહયો છે.બ્રાઝિલમાં વાયરસ ફેલાઇ રહયો છે તેમાંથી પ્રાકૃતિક ગણાતો એમેઝોન વિસ્તાર પણ બાકાત નથી. થોડાક સમય પહેલા કોકામા ઇન્ડિજિનિયસ જાતિમાં 21 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ જણાઇ હતી જે બ્રાઝિલના આદિવાસીઓમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ હતો પરંતુ એ પછી નવા 4 કેસ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે આથી 100 થી પણ વધુ મૂળ નિવાસીઓના હરવા ફરવા તથા માછલી પકડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બ્રાઝિલમાં એમેઝોનના કેટલાક અંતરિયાળ વિસ્તારના આદિવાસી એક અઠવાડિયા સુધી ચાલીને નજીકના ટાઇન વિસ્તારમાં આવે છે ત્યાં પણ કોરોનાનો ભય ફેલાતા હાહાકાર મચી ગયો છે. ફેડરેશન ઓફ સાઓ પાઉલોના સંશોધક ડૌ સોફિયા મેંડોકના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ વધુને વધુ ધાતક સાબીત થઇ રહયો છે. કોરોના વાયરના સંક્રમણથી બચવા કેટલાક સમૂદાયના લોકોએ નાના નાના સમૂહમાં રહીને પોતાને અલગ કરી નાખ્યા છે. આ પધ્ધતિ અપનાવીને ભૂતકાળમાં આવેલા રોગોનો સામનો કર્યો હતો.
19960માં વેનેઝુએલાની સરહદ પાસે રહેતા યાનોમામી સમૂદાયના 9 ટકા લોકો ખસરે નામના રોગના પ્રકોપથી મુત્યુ પામ્યા હતા.ઇન્ડિજિનિયસ ટ્રાઇબ પાસે કોરોના વાયરસથી બચવા માટે સેનિટાઇઝર સહિતના સંસાધનો ખૂબજ ઓછા છે. એક વાર જો આ મહામારી એમેઝોન વિસ્તારમાં ઘૂસે તો લાખો લોકોના મોત થઇ શકે છે કારણ કે તેઓ એખ બીજાના સંપર્કમાં ખૂબ રહે છે. સમૂદાયો ખાનપાનથી માંડીને સામાન સુધીનું આદાન પ્રદાન કરતા રહે છે. આ સ્થિતિ કોરોના વાયરસને ફેલાવા માટે ઉજળી તક પુરી પાડે છે.એમેઝોનના જંગલોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. પૃથ્વી પર કુલ જરુરીયાતનો 20 ટકા ઓકસીજન પૂરો પાડે છે.આદિવાસી સમૂદાય સદીઓથી જંગલમાં રહેતો આવ્યો છે ત્યારે કોરોના વાયરસે તેમના માટે સંકટ ઉભું કર્યું છે.