ગુજરાતમાં વધુ નવા 36 કેસ નોધાયા, 3ના મોત, અમદાવાદ જિલ્લામાં 243 આંક થયો
અમદાવાદ, તા, 11 એપ્રિલ 2020, શનિવર
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 36 પોઝીટીવ કેસ આવતાં કુલ 468 પર આંક પહોંચ્યો છે. ગુજરાતમાં નવા 36 પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાને લીધે 3 લોકોના મૃત્યુ થયા છે. સાજા થઈને 10 લોકો ઘરે પણ ગયા છે.
આજે નવા નોંધાયેલા કેસમાં પોઝીટીવ કેસ 15 અમદાવાદના, વડોદરા 18, ભરુચ 1 , ગાધીનગર 1 છોટા ઉદેપુરનો 1 કેસ નોંધાયો છે. જેમાં 29 પુરુષો ને 7 મહિલાઓ નો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 468 પોઝીટીવ કેસ પૈકી 398 સ્ટેબલ છે અને 4 લોકો વેન્ટિલેટર પર છે. 44 લોકો ડિસ્ચાર્જ થયા છે.
હોટસ્પોટ વિસ્તારમાં ખૂબજ ચેકિંગ કરાતાં 9763 રિપોર્ટ કરાયા તેમાંથી 24 કલાકમાં 2045 ટેસ્ટિંગ થયા છે. જેમાં સવારથી સાંજ સુધીમાં 36 કેસ પોઝીટીવ આવ્યા છે. હાલના રિપોર્ટ મુજબ અમદાવાદ જિલ્લામાં 243, સુરતમાં 28, રાજકોટ 18 વડોદરા 95, ગાંધીનગર 15, ભાવનગર 23 મહેસાણા 2 ,ગીરસોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 14 કેસ, છોટાઉદેપુરમાં 3, આણંદમાં 5, ભરૃચમાં 8 કેસ છે. વિદેશી પ્રવાસમાં 33, આંતરરાજ્યપ્રવાસમાં 32 સિવાય લોકલ ટ્રાન્સમિશનના કુલ 403 કેસ થયા છે.