Gujarat

મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

By GS Team
20 Aug 20252 mins read
This article was originally published on 20 Aug 2025
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તરોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે. આજે (20 ઓગસ્ટ) સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 21 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘરાજા ગુજરાતમાં છ દિવસ બોલાવશે ધબડાટી, કાલે રાજ્યના 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Rain Forecast, Gujarat : ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તરોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે.  આજે (20 ઓગસ્ટ) સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 21 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

આવતીકાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવારે (21 ઓગસ્ટ) કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી

22 ઓગસ્ટની આગાહી

22 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. 

23 ઓગસ્ટની આગાહી

23 ઓગસ્ટે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા

24 થી 26 ઓગસ્ટની આગાહી

24થી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ

આ પણ વાંચો: જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ