Entertainment

અક્ષય કુમારની સર્વાઈવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
અક્ષય કુમારે લંડનમાં તેની આગામી ફિલ્મ 'સમુક'નું શૂટિંગ શરૂ કર્યું છે. તે આ ફિલ્મનો સહ-નિર્માતા પણ છે. આ ફિલ્મમાં લશ્કરી શિસ્ત સાથે એલિયન પ્રાણીથી જીવ બચાવવાની કહાણી રજૂ થશે. હોલિવૂડના ક્રિયેચર ઇફેક્ટ્સ ડિઝાઇનર એલેક ગિનીસ એલિયન બનાવશે. બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લુક ટુમ્બર એક્શન ડિઝાઇન પર દેખરેખ રાખશે. મોટાભાગનું શૂટિંગ યુકેમાં થશે અને આવતા વર્ષે ફિલ્મ રીલિઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમારની સર્વાઈવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ
  • ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થશે
  • અક્ષય ફિલ્મનો સહનિર્માતા પણ છે, આવતાં વર્ષે રીલિઝ કરી દેવાનો પ્લાન

મુંબઈ : અક્ષય કુમારે લંડનમાં તેની આગામી ફિલ્મ 'સમુક'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર ખુદ આ ફિલ્મનો સહ નિર્માતા પણ છે. આ ફિલ્મમાં લશ્કરી શિસ્ત સાથે એલિયન પ્રાણીથી જીવ બચાવવાની કહાની રજૂ કરવામાં આવશે.
ફિલ્મમાં કોઇ કસર બાકી ન રહે તે માટે એલિયન બનાવવા માટે હોલિવૂડના ક્રિયેચર ઇફેક્ટસ ડિઝાઇનર એલેક ગિનીસની સેવાઓ લેવામાં આવશે. આ ઉપરાંત બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લુક ટુમ્બર પણ એક્શન ડિઝાઇન પર દેખરેખ રાખશે. એલેક ગિનીસે 'એલિયન' ફિલ્મમાં તેના કામનો પરિચય આપ્યો હતો.
વિદેશના અનેક ક્રૂ મેમ્બર્સ હોવાથી આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થવાનું છે. તેનો થોડો હિસ્સો મુંબઈમાં શૂટ થશે. મોટાભાગે આવતાં વર્ષે આ ફિલ્મ રીલિઝ કરી દેવાશે.