Entertainment

બ્રહ્માસ્ત્ર ટુમાં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અયાન મુકર્જીની 'બ્રહ્માસ્ત્ર 2' બનાવવા અવરોધો આવી રહ્યા છે. દીપિકા પાદુકોણની ટીમે અમૃતાના રોલ માટેની વાતચીત ફગાવી છે, હવે અનિતા પડ્ડાનું નામ ચર્ચાય છે. ધર્મા પ્રોડક્શન્સ અને યશરાજ ફિલ્મ્સ બાદ જિઓ સ્ટુડિયોઝે પણ આ બિગ બજેટ ફિલ્મ માટે ના પાડી છે. રણબીર-આલિયાની આ ફિલ્મ માટે નવા નિર્માતાની શોધ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રહ્માસ્ત્ર ટુમાં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા
  • બ્રહ્માસ્ત્ર ટુ આડે અનેક અવરોધો
  • અનેક નિર્માતાઓની પીછેહઠ બાદ હવે અયાન હવે નવા નિર્માતાની શોધમાં

મુંબઈ : દિગ્દર્શક અયાન મુકર્જીને તેની હીટ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલ 'બ્રહ્માસ્ત્ર ટુ' બનાવવા આડે અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
અમૃતાની મહત્વની ભૂમિકા માટે દીપિકા પાદુકોણ સાથે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલોને દીપિકાની ટીમે ફગાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર દીપિકા આ પ્રોજેક્ટ સાથે કોઈ રીતે સંકળાયેલી નથી. હવે આ રોલ માટે અનીત પડ્ડાનું નામ ચર્ચાઈ રહ્યું હોવાનું કહેવાય છે.
રણબીર અને આલિયાની આ ફિલ્મના નિર્માણ માટે કોઈ પ્રોડક્શન હાઉસ શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડકશન દ્વારા કરવામાં આવ્યું હતું. પણ હવે બીજો ભાગ પ્રોડયુસ કરવા ધર્મા તૈયાર ન હોવાથી અયાને યશરાજ ફિલ્મ્સ સાથે પણ વાત કરી જોઇ. પરંતુ અયાન અને યશરાજની 'વોર ટુ'ને દર્શકોને સારો પ્રતિભાવ મળ્યો ન હોઇ યશરાજ ફિલ્મ્સે આ પ્રોજેક્ટમાં આગળ વધવાનો ઈનકાર કરી દીધો હતો. તે પછી અયાને જિઓ સ્ટુડિયોઝનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે પણ આ પ્રોજેક્ટ માટે અસંમતિ દાખવી હતી.
આથી, આ બીગ બજેટ ફિલ્મ ક્યારે શરુ થશે તે અંગે અટકળો જામી છે.