Entertainment

ઇશાન ખટ્ટર અને ચાંદની બેઇન્ઝનું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 30 વર્ષીય ઇશાન ખટ્ટર અને 24 વર્ષીય ચાંદની બેઇન્ઝના 3 વર્ષના સંબંધનો અંત આવ્યો છે. જાહેરમાં અનેકવાર સાથે દેખાયા બાદ, તેમના બ્રેકઅપની અટકળો તેજ બની છે. જોકે, બંનેમાંથી કોઈએ સત્તાવાર જાહેરાત કરી નથી. સૂત્રો અનુસાર, તેઓ રાજીખુશીથી અલગ થયા છે. તાજેતરમાં સારા અર્જુન સાથેની ઇશાનની એડના વાયરલ સિન બાદ, તેના મૂડમાં બદલાવની પણ ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇશાન ખટ્ટર અને ચાંદની બેઇન્ઝનું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ
  • ઈશાન કે ચાંદની તરફથી કોઈ સ્પષ્ટતા નહીં
  • સારા અર્જુન સાથે એડ કર્યા બાદ ઈશાનનો મૂડ ફર્યો હોવાની અટકળો

મુંબઈ : ૩૦વર્ષના ઇશાન ખટ્ટર અને ૨૪ વર્ષની ચાંદની બેઇન્ઝ વચ્ચે ત્રણ વર્ષ બાદ બ્રેક અપ થઇ ગયું હોવાની વાત ચાલી છે. બંને જણાં અનેકવાર જાહેરમાં હાથ માં હાથ ભેરવી દેખાયા હોઇ તેમની વચ્ચે રિલેશનશિપ હોવાનું મનાતું હતું. જો કે, ઇશાન કે ચાંદનીએ તેમના બ્રેક અપ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. સૂત્રોના દાવા અનુસાર ઇશાન અને ચાંદની રાજીખુશીથી છૂટાં પડયા છે અને તેમના રસ્તે અલગ અલગ આગળ વધી રહ્યાં છે.
તાજેતરમાં ઇશાને સારા અર્જુન સાથે એક એડ કરી હતી જેમાં તેમના શૂટના સિન વાઇરલ થતાં બંને સાથે ફિલ્મ કરી રહ્યા હોવાની અટકળોએ જોર પકડયું હતું પણ સારાએ બાદમાં તેઓ એક એડ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી. આ એડમાં દર્શાવવામાં આવેલી લવ સ્ટોરીમાં બંનેની કેમિસ્ટ્રીને પસંદ કરવામાં આવી હતી.
સારા અને ઇશાન શૂટ દરમ્યાન એકમેકની નજીક આવ્યા હોવાની અટકળોને ઇશાનની નજીક રહેલાં સૂત્રોએ નકારી કાઢી હતી. દરમ્યાન ઇશાન હાલ 'ધ રોયલ્સ સિઝન ટુ' અને 'જુગાડુ 'ફિલ્મના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
'રોયલ્સ'નું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાનું છે.