Entertainment

અજય દેવગણ 21 વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
અજય દેવગણ 21 વર્ષ બાદ 'ગૃહપ્રવેશ' ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવશે. ગરુડ પુરાણ આધારિત આ સુપરનેચરલ હોરર થ્રીલર ફિલ્મનું નિર્માણ કુમાર મંગત પાઠક કરી રહ્યા છે, જ્યારે રોહિત જુગરાજ નિર્દેશન કરશે. બ્રિટનમાં થનારું શૂટિંગ હવે મુંબઈમાં જ ઝડપભેર આટોપી લેવાશે, જે આવતા મહિને શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજય દેવગણ 21 વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે
  • ગૃહપ્રવેશ ગરુડ પુરાણ આધારિત ફિલ્મ હશે
  • ફિલ્મનું શૂટિંગ બ્રિટનમાં થવાનું હતું તે હવે મુંબઇમાં આટોપી લેવામાં આવશે

મુંબઈ : અજય દેવગણ તેની આગામી ફિલ્મ 'ગૃહપ્રવેશ'માં નેગેટિવ ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અગાઉ અજય દેવગણે ૨૧ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ 'કાલ'માં નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યો હતો. 'ગૃહ પ્રવેશ' ફિલ્મ ગરૂડ પુરાણ પર આધારીત હોવાનું જાણવા મળ્યું છે. આ એક સુપરનેચરલ હોરર થ્રીલર ફિલ્મ હશે.
'દૃશ્યમ' ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠકના પ્રોડક્શન બેનર તળે જ આ ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નિર્દેશન રોહિત જુગરાજ કરી રહ્યા છે. નિર્માતાઓ ગયા મહિને માર્ચમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાના હતા પણ 'રેન્જર' ફિલ્મના શૂટિંગને કારણે આ ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ આવતાં મહિને શરૂ કરવામાં આવશે. ફિલ્મને એક જ શેડયુઅલમાં બ્રિટનમાં શૂટ કરવાની મૂળ યોજના હતી. પણ હવે ફિલ્મ મોડી પડી રહી હોઇ નિર્માતાએ આ ફિલ્મનું શૂટિંગ હવે મુંબઇમાં જ ઝડપભેર આટોપી લેવાનું નક્કી કર્યું છે. જેથી ફિલ્મની ટીમનું કામ આસાન બની રહે.