જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ
Junagadh rain Updates : ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ જાણે તાંડવ કર્યું હોય તેમ અનરાધાર બેટિંગ કરી છે. ખાસ કરીને જૂનાગઢમાં. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ટ્રક હોય કે બસ બધા જ લગભગ અડધો અડધા ડૂબવા લાગ્યા છે. જૂનાગઢના દાત્રાણા ગામે અંદાજે 15 લોકો ફસાઈ ગયા હતા. આ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તેના માટે તંત્રએ ટીમ તહેનાત કરી હતી. ત્યારબાદ આ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા.
ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાઈ છે. જૂનાગઢના મેંદરડામાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માનવીની સાથે સાથે પશુઓ પણ આવા અનરાધાર વરસાદને કારણે તકલીફમાં મૂકાયા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
ત્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને કેશોદમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વંથલીમાં પણ છ કલાકના ગાળામાં 9.80 તો કેશોદમાં પણ 9.69 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો
જ્યારે પોરબંદરની વાત કરીએ તો ત્યાં ચાર કલાકના ગાળામાં 5.31 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જેના લીધે રોડ અને હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. લોકોનું જીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ 5 ઈંચથી વધારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે.
જુનાગઢમાં મેઘમહેર
સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જુનાગઢના મેંદરડામાં માત્ર 6 કલાકમાં 12.55 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 9.80 ઇંચ અને કેશોદમાં 9.69 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પોરબંદરના કુતિયાણામાં 5.31 ઇંચ અને ભાવનગરના મહુવામાં 5.31 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: 14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
14 જિલ્લામાં રેડ એલર્ટ
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
રાજ્યના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા.