Ahmedabad

અમદાવાદ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપીઓને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું

By GS Team
20 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ, પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. 20મી જુલાઈએ પોલીસ બંનેને ઘટનાસ્થળે લઈ જઈ પંચનામું કર્યું. આરોપીઓ ક્યાં હતા અને ઘટના કઈ રીતે બની તેની ઝીણવટભરી તપાસ ચાલુ છે. ફેક્ટરી ભાડે હતી અને જમીન માલિકની પણ પૂછપરછ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપીઓને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું

Ahmedabad Ramol Crackers Factory Blast Case: અમદાવાદના રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં 18 જુલાઈના રોજ થયેલા બ્લાસ્ટમાં કુલ 10 લોકોના કરુણ મોત થયા છે. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે 20મી જુલાઈએ આરોપીને ઘી કાંટા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના રિમાન્ડ બાદ પોલીસ મેહુલ ડોડીયા અને સાદિકને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું હતું.

પોલીસે શું કહ્યું?

રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના બંને આરોપી સાદિક અને મેહુલને પોલીસ 20મી જુલાઈએ પંચનામું કરવા અર્થે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનો તાગ મેળવવાની કાર્યવાહી કરી હતી. જેને લઈને પોલીસે જણાવ્યું હતું કે, 'બનાવ સમયે આરોપી કે ભોગ બનનાર વ્યક્તિ કઈ જગ્યા હતા, કઈ રીતે ઘટના ઘટી, તે બાબતે આરોપીને ઘટનાસ્થળે લાવી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આરોપના ફોન ઘટનામાં સળગી ગયા હોવાનું જણાવતા તેની તપાસ ચાલી રહી છે. એક જ જગ્યાએ મેહુલ અને સાદિકના અલગ અલગ યુનિટ હતા. આ જગ્યા ભાડાની હતી, જેનું 15000 જેટલું ભાડું હતું. જમીન માલિકની હાલ પૂછપરછ કરવાની કામગીરી ચાલી રહી છે.'

આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપી મેહુલ ડોડિયા અને સાદિકના 27મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા

પોલીસે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબહેન ડોડિયા અને સાદિક સૈયદને કોર્ટ સમક્ષ રજૂ કરીને સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી. આર. ઠાકુરની કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અગાઉ 2014માં ગુનો નોંધાયા બાદ લાયસન્સ રદ થવા છતાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારના પરવાના વિના છેલ્લા 15-20 દિવસથી ભાડાની જગ્યામાં બે અલગ-અલગ ફટાકડાના યુનિટ ચલાવવામાં આવતા હતા. હાલ પોલીસ દ્વારા ફેક્ટરીના આર્થિક વ્યવહારો, વિસ્ફોટક સામગ્રીની સપ્લાય ચેઇન, AMC અધિકારીઓની સંભવિત સંડોવણી અને ફરાર જમીન માલિકની શોધખોળ સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે મહિલા આરોપી રમીલા ડોડિયાને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાનો શેડ ઉડાવી દેનારો ધડાકો 10 જ સેકન્ડ્સમાં થયો હતો, ઘેરાતું રહસ્ય

નોંધનીય છે કે, આ કમકમાટીભરી ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો છે છતાં પોલીસ ફટાકડા ફેક્ટરીમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તેના પર ચોક્કસ કારણ આપી શકતી નથી. પોલીસ અંધારામાં તીર મારી રહી છે કે, બાળક દરવાજો ખોલીને અંદર દારૂખાનું ભરેલું હતું ત્યાં ગયો અને બ્લાસ્ટ થયો. તો એવું પણ કહી રહી છે કે, દારૂખાનું ભરેલી ઓરડીમાં સામાન્ય સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો છે. ટૂંકમાં પોલીસ અને તપાસ એજન્સી પણ હજુ સુધી કોઈ કારણ ના જાણી શકતા તેમની ઢીલી કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે.