'મિસ-વર્લ્ડ' સ્પર્ધાના 73 વર્ષના ઈતિહાસમાં પાકિસ્તાનની પહેલી જ વાર એન્ટ્રી : કોણ છે અનિકા જમાલ ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી: પાકિસ્તાને ''મિસ-વર્લ્ડ'' સ્પર્ધાના ૭૩ વર્ષના ઈતિહાસમાં એક પણ વખત ભાગ લીધો નથી. પરંતુ ''મિસ-વર્લ્ડ'' સ્પર્ધાની ૭૫મી જયંતિ સમયે વિયેતનામમાં યોજાનારી ''મિસ-વર્લ્ડ'' સ્પર્ધામાં ૨૪ વર્ષની અનિકા જમાલ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલીવાર બનવાનું છે.
અનિકા જમાલને લાહોરમાં સત્તાવાર રીતે મિસ-વર્લ્ડ પાકિસ્તાન-૨૦૨૬નો તાજ પહેરાવવામાં આવ્યો. જોકે આથી કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો નારાજ થયાં છે. ઇસ્લામિક દેશ પાકિસ્તાન માટે તે બહુ મુશ્કેલ કામ છે. ત્યાં યુવતીઓ કે તરૂણીઓ માટે 'મોડેલિંગ' કરવું પણ મુશ્કેલ છે. ફેશન-શૉને પણ જમણેરી જૂથોના વિરોધનો સામનો કરવો પડે છે. ચિંતા તે છે કે અનિકા જમાલ ઇસ્લામિક કટ્ટરપંથીઓનાં નિશાન ઉપર છે.
૨૪ વર્ષની અનિકાએ આ પૂર્વે મિસ-અર્થ, મિસ-ગ્લોબલ, મિસ કોસ્મો, મિસ-ઇકો-ઈન્ટરનેશનલ અને મિસ-ઑરા ઇન્ટરનેશનલમાં ભાગ લઈ ચૂકી છે. તે દરેક સ્પર્ધામાં તેણે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અત્યારે તે એકાઉન્ટિંગ અને ઓડીટિંગમાં માસ્ટર્સ ડિગ્રી માટે અભ્યાસ કરી રહી છે. તેણે કોસોવોમાં યોજાયેલી મિસ-ફ્રીડમ-ઓફ-ધી વર્લ્ડમાં ૪ ખિતાબ જીત્યા છે. તે કહે છે કે તે મિસ-વર્લ્ડ સ્પર્ધાનો ઉપયોગ સામાજિક મુદ્દાઓ અંગે અને વિશેષતઃ થેલેસેમીયાથી પીડિત બાળકોને સહાય કરવા માટે લોક-જાગૃતિ જગાડવાનું કાર્ય કરવા માગે છે.









