Entertainment

અહાન શેટ્ટી વિક્રમ ભટ્ટની હોરર ફ્રેન્ચાઈસીમાં જોડાયો

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
વિક્રમ ભટ્ટ તેમની લોકપ્રિય '1920' હોરર ફ્રેન્ચાઈઝીની નવી ફિલ્મ '1920 વિન્ટર ઈઝ કમિંગ'નું દિગ્દર્શન કરશે. અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે તેની પ્રથમ હોરર ફિલ્મ હશે. આશરે ₹14 કરોડના બજેટવાળી આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બરમાં શિમલામાં થશે. નિર્માતાઓ હાલ ફીમેલ લીડ માટે અભિનેત્રી શોધી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અહાન શેટ્ટી વિક્રમ ભટ્ટની હોરર ફ્રેન્ચાઈસીમાં જોડાયો

મુંબઈ: વિક્રમ ભટ્ટ લાંબા સમયથી ચાલી રહેલી ૧૯૨૦ હોરર ફ્રેન્ચાઈસીની નવી આવૃત્તિ '૧૯૨૦ વિન્ટર ઈઝ કમિંગ'નું દિગ્દર્શન કરશે અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકા નિભાવશે.
આ ફિલ્મનું અંદાજિત બજેટ રૂા. ૧૪ કરોડ છે અને તે અહાનની હોરર શૈલીમાં પ્રથમ ફિલ્મ બનશે. ઓક્ટોબર-નવેમ્બરમાં શિમલામાં શૂટિંગ માટે નિર્ધારીત ફિલ્મ માટે સર્જકો હાલ ફીમેલ લીડ માટે અભિનેત્રીની શોધ કરી રહ્યા છે.
'તડપ'માં ડેબ્યુ અને 'બોર્ડર ટુ'માં કામ કર્યા પછી અહાન હવે ગંભીર ભૂમિકા નિભાવી રહ્યો છે. હિન્દી હોરરમાં નિપુણતા માટે પ્રસિદ્ધ વિક્રમ ભટ્ટ કમર્શિયલ સફળતા બાબતે ઉતારચઢાવ છતાં '૧૯૨૦' ફ્રેન્ચાઈસી પર ભરોસો રાખી રહ્યા છે.
૨૦૦૮માં લોન્ચ થયેલી '૧૯૨૦ સીરીઝ' ની કોઈપણ ફિલ્મે સ્થાનિક કલેક્શનમાં રૂા. ૩૧ કરોડનો આંકડો પસાર નથી કર્યો.