Entertainment

સલમાન ખાન એકદમ માંદલો અને નિસ્તેજ જણાતાં ચાહકો ચિંતિત

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં સલમાન ખાનના તાજેતરના જાહેર દેખાવથી ચાહકો ચિંતિત બન્યા છે. સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના ડાટા કલેક્શન કેન્દ્રના ઉદ્ધાટન સમયે વાયરલ થયેલા વીડિયોમાં તે પાતળો અને થાકેલો દેખાયો. સોશિયલ મીડિયા પર ચાહકોએ તેના સ્વાસ્થ્ય વિશે સવાલો ઉઠાવ્યા, જ્યારે કેટલાકે કુદરતી દેખાવ માટે સલમાનની પ્રશંસા કરી. સલમાન હાલ 'માતૃભૂમિ' અને વામશી પૈદીપાલ્લીની 'નયનથારા' ફિલ્મમાં વ્યસ્ત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન ખાન એકદમ માંદલો અને નિસ્તેજ જણાતાં ચાહકો ચિંતિત

મુંબઈ: મુંબઈમાં સલમાન ખાનના તાજેતરના જાહેર દેખાવે તેના ચાહકોને ચિંતામાં મુક્યા છે. કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોમાં સુપરસ્ટાર પાતળો અને થાકેલો દેખાય છે.
સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના નવા ડાટા કલેક્શન એન્ડ વેરિફિકેશન સપોર્ટ કેન્દ્રના ઉદ્ધાટન તેમજ લાભાર્થીઓને ઘરોની ચાવીના વિતરણ વખતે તેનો શારીરિક દેખાવ ઝડપથી ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગયો.
સોશિયલ મીડિયા ચિંતાતુર ચાહકોના સંદેશાથી છવાઈ ગયો જેમણે કલાકારના પાતળા અને થાકેલા દેખાવ બાબતે સવાલ પૂછવાનું શરૂ કર્યું.
જો કે અનેક ચાહકો સલમાનનો બચાવ કરતા કહ્યું કે કુદરતી દેખાવા માટે સલમાનની પ્રશંસા કરવી જોઈએ જ્યારે અનેક સેલિબ્રિટીઓ વય વધવા સાથે વૃદ્ધત્વની નિશાનીઓ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. અનેક ચાહકોએ દેખાવ બાબતે સલમાનની ગરિમા તેમજ સ્વભાવની પ્રશંસા પણ કરી. વ્યાવસાયિક મોરચે સલમાન 'માતૃભૂમિ'માં મુખ્ય નિભાવી રહ્યો છે. અગાઉ 'બેટલ ઓફ ગલવાન' નામ ધરાવતી આ ફિલ્મમાં નામ બદલવા ઉપરાંત અનેક દ્રશ્યોની ફરી શૂટ સહિત અનેક ફેરફાર કરાયા છે. સલમાનના પ્રોડક્શન હાઉસે ફિલ્મમાં વિલંબ અથવા સર્ટિફિકેશન સમસ્યા સર્જાઈ હોવાનો ઈન્કાર કર્યો. સલમાને વામશી પૈદીપાલ્લી દિગ્દર્શિત 'નયનથારા' પણ સ્વીકારી છે જે આગામી વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થશે.