ફિલ્મ 'આર્ટિકલ 370'ને નેશનલ એવોર્ડ, આર્યન-મમૂટી બેસ્ટ એક્ટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ૭૨માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી, વર્ષ ૨૦૨૪ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, અભિનેત્રી, ડાયરેક્ટર સહિતની કેટેગરીમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ કાર્તિક આર્યન, મમૂટીને બેસ્ટ એક્ટર જ્યારે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં શનિવારે ૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. ચંદૂ ચેમ્પિયનમાં પ્રેરણાદાયક ભૂમિકા ભજવનારા અભિનેતા કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટર, બ્રમાયુગમમાં અભિયન બદલ મમૂટી (મુહમ્મદ કૂટ્ટી પી ઇસ્માઇલ)ને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
આર્ટિકલ ૩૭૦ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે, જેમાં અભિનય કરનારી અભિનેત્રી યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ એટલે કે સેંસર બોર્ડ દ્વારા જે પણ ફિલ્મોને સર્ટિફિકેટ અપાયું તેમાંથી આ ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મો અને વિજેતાઓની પસંદગીની જવાબદારી ૧૧ સભ્યોની ટીમને સોંપવામાં આવી હતી જેની અધ્યક્ષતા ફિલ્મ ડાયરેક્ટર જયરાજને સોંપવામાં આવી હતી.









