Sports
વર્લ્ડ કપ ફૂટબોલના સમાપન સમારંભમાં સંગીતના ધુરંધરોએ જમાવટ કરી
By GS Team
20 Jul 20261 min read
ન્યુ જર્સીમાં વર્લ્ડ કપ ફૂટબોલનો 90 મિનિટનો ભવ્ય સમાપ્તિ સમારોહ યોજાયો. સુપરસ્ટાર પોસ્ટ મેલોન, પૌસિની, શેર્ઝિગર, રોબી વિલિયમ્સ અને આઈશોસ્પીડના પર્ફોર્મન્સે ધૂમ મચાવી. ટોમ ક્રૂઝની હાજરીથી ચાહકો ઉત્સાહિત થયા. જેનિફર હડસને યુએસ રાષ્ટ્રગીત રજૂ કર્યું. આ પછી આર્જેન્ટીના અને સ્પેન વચ્ચે ફાઇનલ રમાઈ, જે ફૂટબોલ પ્રેમીઓ માટે રોમાંચક પળ હતી.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

ન્યુ જર્સી: પશ્ચિમ જગતના સંગીતના ધુરંધરોની દિલ ડોલાવતી રજૂઆત અને નયન રમ્ય ઝાકમઝાળ દ્રશ્યો સાથે યોજાયેલ ૯૦ મિનિટના પુર્ણાહુતી સમારંભ સાથે વર્લ્ડ કપ ફૂટબોલ તેના ભારે રોમાંચક પળની નજીક પહોંચ્યો હતો. કેમ કે આ કાર્યક્રમ પછી આર્જેન્ટીના અને સ્પેન વચ્ચે ફાઇનલ રમાઈ હતી. પુર્ણાહુતિ કાર્યક્રમમમાં સુપરસ્ટાર પોસ્ટ મેલોનના નેજા હેઠળ રજુઆત થઈ હતી. આ શોમાં પૌસિની, શેર્ઝિગર, રોબી વિલિયમ્સ અને આઈશોસ્પીડના પર્ફોર્મન્સે પણ જમાવટ કરી હતી.ટોમ ક્રૂઝની ખાસ હાજરીથી ચાહકો મૂડમાં આવી ગયા હતાં.એમી, ગ્રેેમી, ઓસ્કાર અને ટોની એવોર્ડ વિજેતા જેનિફર હડસને ફાઇનલ મેચ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રગીતની ખાસ પ્રસ્તુતિ આપી હતી.