Sports

મુંબઈ ઇન્ડિયન્સે જાહેર કર્યું ચોંકાવનારી રીટેન્શન લિસ્ટ, 17 વર્ષીય સ્ટાર ખેલાડીની પસંદગી

By GS TEAM
6 Nov 20252 mins read
TukuTouch Logo
મહિલા પ્રીમિયર લીગ 2026 માટે તમામ ટીમોએ ગુરુવારે તેમની રીટેન્શન યાદી જાહેર કરી છે. દરેક ટીમને વધુમાં વધુ 5 ખેલાડીઓને રીટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 5 ઉત્કૃષ્ટ ખેલાડીઓને રીટેન કરીને પાંચેય સ્લોટ ભર્યા છે, જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈએ હરમનપ્રીત કૌર, નેટ-સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર અને જી. કમલિનીને રીટેન કર્યા છે. WPL 2026 ની હરાજી 27 નવેમ્બરે યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ ઇન્ડિયન્સે જાહેર કર્યું ચોંકાવનારી રીટેન્શન લિસ્ટ, 17 વર્ષીય સ્ટાર ખેલાડીની પસંદગી
Image Twitter 

Mumbai Indians Retained Players List 2026: મહિલા પ્રીમિયર લીગ 2026 માટે તમામ ટીમોએ ગુરુવારે તેમની રીટેન્શન યાદી જાહેર કરી છે. દરેક ટીમને વધુમાં વધુ 5 ખેલાડીઓને રીટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 5 ઉત્કૃષ્ટ ખેલાડીઓને રીટેન કરીને પાંચેય સ્લોટ ભર્યા છે, જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈએ હરમનપ્રીત કૌર, નેટ-સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર અને જી. કમલિનીને રીટેન કર્યા છે. WPL 2026 ની હરાજી 27 નવેમ્બરે યોજાશે.

આ પણ વાંચો: IND vs AUS: ચોથી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને આસાનીથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ

BCCI એ દરેક ટીમો માટે હરાજીની રકમ 15 કરોડ રુપિયા નક્કી કરી હતી, અને રિટેન્સન માટે અલગ અલગ રકમ સેટ કરી હતી. પહેલા રીટેન્શનને 3.5 કરોડ રુપિયા, બીજી 2.5 કરોડ રુપિય, ત્રીજી 1.75 કરોડ રુપિયા, ચોથી 1 કરોડ રુપિયા અને જો કોઈ ટીમ પાંચમી ખેલાડીને રીટેન કરે છે, તો ઓછામાં ઓછી 50 લાખ રુપિયાની પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે.

MI ની રીટેન્શન યાદી

અહીં આશ્ચર્યજનક વાત એ છે કે, મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌરને પોતાની પહેલી રિટેન નથી બનાવી. MI એ નેટ સાયવર બ્રન્ટને 3.5  કરોડ રુપિયામાં પોતાની પહેલી રિટેનમેન્ટ આપી. હરમનપ્રીત કૌરને ₹2.5 કરોડમાં રિટેન કરવામાં આવી. હેલી મેથ્યુઝને ₹1.75 કરોડમાં રિટેન કરવામાં આવી અને મુંબઈએ ભારતની સ્ટાર ઓલરાઉન્ડર અમનજોત કૌરને ₹1 કરોડમાં રિટેન કરી હતી. મુંબઈએ 17 વર્ષીય જી કમલિની નામની એક અનકેપ્ડ ખેલાડીને પણ રિટેન કરી, જેને ₹60 લાખ મળશે.

  • નેટ સાયવર બ્રન્ટ - 3.50 કરોડ રુપિયા 
  • હરમનપ્રીત કૌર - 2.50 કરોડ રુપિયા
  • હેલી મેથ્યુઝ - 1.75 કરોડ રુપિયા
  • અમનજોત કૌર - 1 કરોડ રુપિયા
  • જી કમલિની - 60 લાખ રુપિયા

આ પણ વાંચો: સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી?

બે વખતની ચેમ્પિયન છે MI

મુંબઈ ઇન્ડિયન્સે બે વાર WPL ટાઇટલ જીત્યું છે. તેઓ 2023 અને 2025 માં મહિલા પ્રીમિયર લીગ ચેમ્પિયન બન્યા. 2025 WPL ફાઇનલમાં, મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 રનથી હરાવીને બીજી વખત મહિલા પ્રીમિયર લીગ જીતી.