Entertainment

રણવીરસિંહ અને દીપિકાને ઘરે બીજીવાર પુત્રીનો જન્મ થયો

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેત્રી દીપિકા પદુકોણ અને રણવીર સિંહના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે. આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર 'વેલકમ બેબી ગર્લ' લખીને આ ખુશખબર શેર કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, પ્રથમ પુત્રી દુઆના જન્મ પહેલાં સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા. આ વખતે પણ 18 સપ્ટેમ્બરે દર્શન બાદ 19 સપ્ટેમ્બરે દીકરીનો જન્મ થયો. રણવીરે 1000 કન્યાઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણવીરસિંહ અને દીપિકાને ઘરે બીજીવાર પુત્રીનો જન્મ થયો

મુંબઇ: દિપિકા પદુકોણ અને રણવીરસિંહના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે. દિપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર જાહેર કર્યાં હતા. તેમણે તેમની પોસ્ટમાં વેલકમ બેબી ગર્લ લખી સમાચાર આપ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે પહેલીવાર દુઆના જન્મ વખતે દિપિકા અને રણવીરે છ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કર્યાં હતા અને બે દિવસ બાદ આઠ સપ્ટેમ્બરે તેમની પહેલી પુત્રી દુઆનો જન્મ થયો હતો. આ વખતે પણ દિપિકા અને રણવીરે માતાપિતા સાથે ૧૮ સપ્ટેમ્બરે સિદ્ધિવિનાયક ગણપતિના આશિર્વાદ મેળવ્યા અને ૧૯ સપ્ટેમ્બરે બીજી પુત્રીનો જન્મ થયો છે.
રણવીરસિંહે સત્તરમી સપ્ટેમ્બરે લાલબાગ ચા રાજાના દર્શન કરી એક હજાર કન્યાઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
રણવીરસિંહે સેવા સંકલ્પ અભિયાન દ્વારા આ સંકલ્પ પાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.