Get The App

સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી?

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
11 Crore Seized by ED in Betting App Case


11 Crore Seized by ED in Betting App Case:  ઓનલાઇન સટ્ટાબાજી ઍપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED એ આ બંનેની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, '1xBet' સટ્ટાબાજીની સાઇટ સામેના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વચગાળાના આદેશમાં, શિખર ધવનની 4.5 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને સુરેશ રૈનાના 6.64 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ જપ્ત કરવાનો આદેશ જાહેર કરાયો છે.

કરોડોની છેતરપિંડીનો આરોપ

પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની EDએ થોડા સમય પહેલાં પૂછપરછ કરી હતી, જેમાં તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. હાલમાં, ED ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે. 

એજન્સી માને છે કે આ એપ્સ માત્ર ગેરકાયદેસર નથી, પણ તેનો ઉપયોગ મોટા પાયે મની લોન્ડરિંગની ગતિવિધિઓ માટે પણ થાય છે. આ એપ્સ પર લાખો લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા તો મોટી ટેક્સ ચોરી કરવાનો ગંભીર આરોપ છે. આ મામલે, ED એ ખાસ કરીને તે જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યવાહી ઝડપી બનાવી છે જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોએ ભાગ લીધો છે. પરિણામે, ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની આ સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા હતી, તેની તપાસ પણ હવે આગળ વધી રહી છે.

આ પણ વાંચો: IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 168 રનનો ટાર્ગેટ, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન

ED ના રડાર પર અન્ય કોણ?

EDની તપાસમાં જાણવા મળ્યું કે આ બંને પૂર્વ ક્રિકેટરોએ '1xBet' અને તેના પ્રતિનિધિઓનો પ્રચાર કરવા માટે વિદેશી સંસ્થાઓ સાથે 'જાણી જોઈને' સમર્થન (Endorsement) કરારો કર્યા હતા. આ તપાસના ભાગરૂપે, EDએ માત્ર આ બે ક્રિકેટરો જ નહીં, પરંતુ યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા જેવા અન્ય પૂર્વ ક્રિકેટરો, તેમજ અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાજરા સહિતની અન્ય હસ્તીઓની પણ પૂછપરછ કરી છે.

સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી? 2 - image

Tags :