Entertainment

વહીદા રહેમાનની પાંચ વર્ષે ફિલ્મોમાં વાપસી

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન પાંચ વર્ષ પછી અભિનયમાં પરત ફરશે. સુધીર મિશ્રાની મહાત્મા ગાંધી પર આધારિત ફિલ્મમાં તેઓ ગાંધીજીના માતા પુતળીબાઈનું પાત્ર ભજવશે. મનોજ વાજપેયી ગાંધીજીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ગાંધીજીના જીવનના 21 દિવસો પર કેન્દ્રિત છે, જે આઝાદી સમયના ઇતિહાસનું મહત્વપૂર્ણ પ્રકરણ ઉજાગર કરશે. અનુભવ સિંહા અને નરેન્દ્ર હિરાવત આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વહીદા રહેમાનની પાંચ વર્ષે ફિલ્મોમાં વાપસી

મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન લગભગ પાંચ વર્ષના ગાળા પછી અભિનયની દુનિયામાં પાછી ફરી રહી છે. સુધીર મિશ્રાની મહાત્મા ગાંધી પર આધારીત ફિલ્મમાં તેઓ ગાંધીજીની માતા પુતલીબાઈનું પાત્ર નિભાવશે. ફિલ્મમાં મનોજ વાજપેયી ગાંધીની ભૂમિકામાં નજર આવશે અને વાર્તા તેમના જીવનના ૨૧ દિવસો પર કેન્દ્રિત છે.
ફિલ્મની વાર્તા આઝાદીના સમયના ઈતિહાસના એક મહત્વપૂર્ણ પ્રકરણને ઉજાગર કરશે. તેમાં ગાંધીજીના શાંત સ્વભાવ, તેમના નિર્ણયો અને એ સમયની પરિસ્થિતિની વિશિષ્ટતા દર્શાવવામાં આવી છે. વહીદા રહેમાન સાથે મનોજ વાજપેયી અને સૌરભ શુક્લા જેવા કલાકાર ફિલ્મની મહત્વપૂર્ણ કાસ્ટનો હિસ્સો છે. સુધીર મિશ્રાએ વહીદા રહેમાનની પ્રોજેક્ટમાં સામેલ થવાની સહમતિ બાબતે આનંદ વ્યક્ત કર્યો અને તેને પોતાના સન્માન અને સ્વપ્ન સમાન અનુભવ ગણાવ્યો.
તેમણે 'પ્યાસા', 'સાહિબ, બીબી ઔર ગુલામ' તેમજ 'ગાઈડ'માં તેમના અભિનય પ્રત્યે પોતાનો ગાઢ લગાવ વ્યક્ત કર્યો. ફિલ્મનું નિર્માણ અનુભવ સિંહા અને નરેન્દ્ર હિરાવત કરી રહ્યા છે.