રણબીરકપૂરે ગણેશ વિસર્જન પ્રસંગે પાપારાઝીઓને મીઠાઇ ખવડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ: રણબીર કપૂરે પત્ની આલિયા, પુત્રી રાહા અને માતા નીતુ સાથે ધામધૂમથી ગણપતિવિસર્જન કર્યું હોવાના વિડિયો શુક્રવારે વાઇરલ થયા હતા. આ પ્રસંગે રણબીર કપૂરે પાપારાઝીઓને મીઠાઇ ખવડાવી તેમનું પણ મોં મીઠું કરાવ્યું હતું. સફેદ પેન્ટ અને ઓરેન્જ કુર્તામાં સજ્જ રણબીર કપૂર ગણપતિબાપ્પાને પધરાવવા ખુલ્લા પગે ચાલીને ગયો હતો.
પિન્ક અને ગ્રીન વસ્ત્રોમાં સજ્જ આલિયાએ રાહાને તેડીને આ પ્રસંગમાં ભાગ લીધો હતો. જ્યારે નીતુ કપૂરે ભૂરાં વસ્ત્રો પહેરી પૂજાની થાળી લઇ પરિવાર સાથે ચાલતી વિડિયોમાં જોવા મળી હતી.
કપૂર ખાનદાન ભારતીય તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવા માટે જાણીતું છે. એક જમાનામાં આરકે સ્ટુડિયો ધમધમતો હતો ત્યારે આખું કપૂર ખાનદાન ગણપતિવિસર્જનના સરઘસમાં સામેલ થતું હતું. આર કે સ્ટુડિયો વેચાઇ ગયા બાદ રણબીર કપૂરે તહેવારો ઉજવવાની પરંપરા ચાલુ રાખી છે.




