ગોલમાલ ફાઇવનું મોશન પોસ્ટર લોન્ચ, ફિલ્મ આઠ જાન્યુઆરીએ રિલીઝ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ : રોહિત શેટ્ટીની ગોલમાલ કોમેડી ફ્રેન્ચાઇઝની નવી ફિલ્મ આઠ જાન્યુઆરીએ રિલિઝ કરવામાં આવશે તેમ ફિલ્મનું મોશન પોસ્ટર લોન્ચ કરવાના કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી.
રોહિત શેટ્ટીની ફિલ્મ જાન્યુઆરીમાં રજૂ કરવા પાછળ ગુજરાતનું પરિબળ કામ કરી ગયું હોવાનું મનાય છે.
ગોલમાલ અગેઇન ૨૦૧૭માં રિલિઝ થઇ ત્યારે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ધૂમ ચાલી હતી અને ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ગુજરાત સૌરાષ્ટ્ર સરકીટમાં ૩૦ કરોડનો આંકડો પાર કરનારી ચાર ફિલ્મોમાંની તે એક હતી.
ડિસેમ્બરમાં કિંગ અને અવેન્જર્સ જેવી મોટી ફિલ્મો રિલિઝ થયા બાદ જાન્યુઆરીમાં મકરસંક્રાતિની રજાઓનો લાભ મેળવવા માટે રોહિત શેટ્ટીએ આઠ જાન્યુઆરી તારીખ ફિલ્મ રિલિઝ કરવા નક્કી કરી છે. ૨૧ જાન્યુઆરીએ લવ એન્ડ વોર રિલિઝ થાય તે પહેલાં બે અઠવાડિયાનો સમય ગોલમાલ ફાઇવને કમાણી કરવા માટે મળશે.




