Entertainment

ફ્રિડા પિન્ટો અને સિદ્ધાર્થ અભિનિત અનએકસ્ટમ્ડ અર્થ સિરિઝનું પ્રિમીયર

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
વિશ્વવિખ્યાત બંગાળી સાહિત્યકાર ઝુમ્પા લાહિરીના વાર્તાસંગ્રહ 'અનએકસ્ટમ્ડ અર્થ' પરથી પ્રેરિત વેબ સિરીઝનું પ્રીમિયર 17 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે. મધુરી શેખર દ્વારા રૂપાંતરિત આ સિરીઝમાં ફ્રિડા પિન્ટો અને સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકામાં છે. વોર્નર્સ બ્રધર્સ નિર્મિત આ સિરીઝ કેમ્બ્રિજ, બોસ્ટન અને માસાચ્યુસેટ્સમાં વસતા બંગાળી પરિવારોની પેઢીઓની વાત રજૂ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રિડા પિન્ટો અને સિદ્ધાર્થ અભિનિત અનએકસ્ટમ્ડ અર્થ સિરિઝનું પ્રિમીયર

મુંબઇ : જગવિખ્યાત બંગાળી સાહિત્યકાર ઝુમ્પા લાહિરીના વાર્તાસંગ્રહ અનએકસ્ટમ્ડ અર્થ પરથી પ્રેરિત આજ નામની વેબ સિરિઝનું ઓટીટી પર ૧૭ ડિસેમ્બરે પ્રિમિયર યોજાશે.
મધુરી શેખર દ્વારા રૂપાંતરિત આ વેબસિરિઝમાં પારૂલ ચૌધરીની મુખ્ય ભૂમિકા ફ્રિડા પિન્ટોએ ભજવી છે જ્યારે અમિતનું પાત્ર સિદ્ધાર્થે ભજવ્યું છે. આ ઉપરાંત તેમાં ઇન્દ્રનીલ સેનગુપ્તા, પ્રવિણ કૌર, સરાયુ બ્લુ અને જસ્ટિન બર્થાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે જ્યારે પીઢ અભિનેતા જયંત ક્રિપલાની પ્રણબની ભૂમિકામાં જોવા મળશે. આ સિરિઝના પહેલાં બે એપિસોડ રિતેશ બાત્રાએ ડાયરેક્ટ અને પ્રોડયુસ કર્યાં છે.
વોર્નર્સ બ્રધર્સ દ્વારા નિર્મિત આ વેબસિરિઝમાં બંગાળી પરિવારની પેઢીઓની વાત રજૂ કરવામાં આવશે. આ સિરિઝ કેમ્બ્રિજ અને બોસ્ટન તથા માસાચ્યુસેટ્સમાં બંગાળી પરિવારોમાં આકાર લે છે. આ સિરિઝ નેટફલિક્સ પર ૧૭ ડિસેમ્બરથી સ્ટ્રીમ થશે.