IPL ઓક્શનમાં ખેલાડીઓ ખરીદ્યા બાદ કઈ ટીમ મજબૂત થઈ? જાણો ટીમોની સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 All Team Player Name : IPL-2026 માટે મિની ઓક્શન પૂર્ણ થયા બાદ તમામ ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેટલીક ટીમોએ પોતાની પરંપરા તોડીને યુવા ખેલાડીઓ પર કિસ્મત અજમાવી રહ્યા છે, તો કેટલીક ટીમોએ જૂના ખેલાડીઓ પર વિશ્વાસ યથાવત્ રાખ્યો છે. ઓક્શન બાદ કોઈ પણ ટીમ સંપૂર્ણ પરફેક્ટ નથી, પરંતુ KKR, MI અને RCB સૌથી વધુ સંતુલિત દેખાય છે. CSK અને RRએ મોટા જોખમો લીધા છે, DC પાસે સૌથી વધુ વિકલ્પો છે અને PBKS યથાવત્ સ્થિતિ સાથે આગળ વધશે. હવે ખેદ મેદાન પર જોવા મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) : યુવા ખેલાડીઓ પર કિસ્મત અજમાવી
CSKએ આ વખતે પોતાની જૂની નીતિ બદલીને અનુભવીને બદલે યુવાનો પર પસંદગી ઉતારી છે. રૂ. 43.40 કરોડના મોટા પર્સ હોવા છતાં પ્રશાંત વીર અને કાર્તિક શર્મા જેવા અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ. 14.20-14.20 કરોડ ખર્ચ્યા છે. અકીલ હુસૈન અને મેટ હેનરી સારા વિકલ્પો છે, પરંતુ મિડલ ઓર્ડરમાં આઈપીએલ અનુભવની કમી ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
CSK : બેટ્સમેન : ઋતુરાજ ગાયકવાડ, ડેવાલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, મેટ શોર્ટ • વિકેટકીપર : સંજુ સેમસન, એમએસ ધોની, ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા • ઓલરાઉન્ડર : શિવમ દુબે, જેક ફોલ્ક્સ, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, જેમી ઓવરટન, અકીલ હુસૈન, અમન ખાન, પ્રશાંત વીર • સ્પિનર અને ફાસ્ટ બોલર : નૂર અહમદ, રાહુલ ચાહર ફાસ્ટ બોલર: ખલીલ અહમદ, નાથન એલિસ, મેટ હેનરી, ગુરજપનીત સિંહ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી...
આ પણ વાંચો : કુલ 77 ખેલાડીની હરાજી, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) : વર્તમાન ટીમ પર વિશ્વાસ યથાવત્
ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBએ પોતાની કોર ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. વેંકટેશ અય્યરને રૂ. 7 કરોડમાં ખરીદવા તે ટીમના સ્માર્ટ સોદા સાબિત થયા છે. કોહલી અને પાટીદારની સ્થિરતા તથા હેઝલવુડ અને યશ દયાલની બોલિંગ તેમને ફરીથી મજબૂત દાવેદાર બનાવે છે.
RCB : બેટ્સમેન : વિરાટ કોહલી, રજત પાટીદાર, ટિમ ડેવિડ, દેવદત્ત પડિક્કલ • વિકેટકીપર : ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોર્ડન કોક્સ • ઓલરાઉન્ડર : જેકબ બેથલ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, રોમારિયો શેફર્ડ, સાત્વિક દેસવાલ, કનિષ્ક ચૌહાણ, વિહાન મલ્હોત્રા, વિકી ઓસ્તવાલ • સ્પિનર અને ફાસ્ટ બોલર : સુયશ શર્મા ફાસ્ટ બોલર: ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રસિક સલામ, મંગેશ યાદવ, યશ દયાલ, જેકબ ડફી, નુવાન તુષારા, અભિનંદન સિંહ...
મુંબઈ ઈન્ડિયન્સ (MI) : વર્તમાન ટીમ સંપૂર્ણ યોગ્ય
મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સમજદારીપૂર્વક હરાજીમાં ભાગ લીધો હતો. ક્વિન્ટન ડી કોક અને અથર્વ અંકોલેકરને બેઝ પ્રાઈઝ પર ખરીદીને ટીમે બેલેન્સ જાળવ્યું છે. ઓલરાઉન્ડર્સની ભરમાર અને બુમરાહ-બોલ્ટની જોડી મુંબઈને કોઈપણ ટીમ માટે ખતરનાક બનાવે છે.
MI : બેટ્સમેન : રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, દાનિશ માલેવાર • વિકેટકીપર : રોબિન મિંઝ, રાયન રિકલટન, ક્વિન્ટન ડી કોક • ઓલરાઉન્ડર : શાર્દુલ ઠાકુર, શેરફેન રધરફોર્ડ, કોર્બિન બોશ, હાર્દિક પંડ્યા, મિશેલ સેન્ટનર, નમન ધીર, રાજ બાવા, તિલક વર્મા, વિલ જેક્સ, અથર્વ અંકોલેકર • સ્પિનર અને ફાસ્ટ બોલર : મયંક માર્કન્ડે, એએમ ગજનફર, રઘુ શર્મા ફાસ્ટ બોલર: અશ્વની કુમાર, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, મોહમ્મદ ઈઝહાર...
આ પણ વાંચો : કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જુઓ TOP-10 યાદી
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) : ગ્રીનનો દબદબો
કોલકાતાએ વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીનને રૂ. 25.20 કરોડમાં ખરીદીને આશ્ચર્ય સર્જ્યું છે. આમ તો ટીમ શાનદાર છે, જોકે આટલા પાવરફુલ પ્લેઈંગ ઈલેવનમાં અજિંક્ય રહાણેને કઈ જગ્યાએ સેટ કરવો, તે મોટો પ્રશ્ન રહેશે.
KKR : બેટ્સમેન : અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, રોવમેન પોવેલ • વિકેટકીપર : ફિન એલન, તેજસ્વી દહિયા, ટિમ સિફર્ટ • ઓલરાઉન્ડર : અનુકૂલ રોય, કેમેરોન ગ્રીન, દક્ષ કામરા, રામદીપ સિંહ, રચિન રવીન્દ્ર, સાર્થક રંજન, સુનીલ નરેન • સ્પિનર અને ફાસ્ટ બોલર : પ્રશાંત સોલંકી, વરુણ ચક્રવર્તી ફાસ્ટ બોલર: આકાશ દીપ, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી, મથીશા પથિરાના, મુસ્તાફિઝુર રહેમાન, ઉમરાન મલિક, વૈભવ અરોડા...
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): આક્રમકતામાં કમી
ઓક્શમાં હૈદરાબાદની નિરસતા જોવા મળી છે. લિયામ લિવિંગસ્ટોન (રૂ. 13 કરોડ) એકમાત્ર મોટું નામ છે. મોહમ્મદ શમીના ગયા બાદ ટીમમાં ફાસ્ટ બોલર ઘટી ગયા છે, જેના કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
SRH : બેટ્સમેન : ટ્રેવિસ હેડ, અનિકેત વર્મા, આર સ્મારન • વિકેટકીપર : હેનરિક ક્લાસેન, ઈશાન કિશન, સલિલ અરોડા • ઓલરાઉન્ડર : લિયામ લિવિંગસ્ટોન, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, બ્રાઈડન કાર્સે, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, જેક એડવર્ડ્સ, શિવાંગ કુમાર, ક્રેન્સ ફુલેત્રા • સ્પિનર અને ફાસ્ટ બોલર : જીશાન અંસારી, અમિત કુમાર ફાસ્ટ બોલર: ઈશાન મલિંગા, જયદેવ ઉનડકટ, શિવમ માવી, ઓમકાર તર્મલે, શાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે...
આ પણ વાંચો : સાંસદનો દીકરો પણ IPLમાં રમશે
રાજસ્થાન રોયલ્સ (RR): ઓલરાઉન્ડરની ઘટ
રવિ બિશ્નોઈને રૂ. 7.20 કરોડમાં ખરીદીને ટીમે પોતાની સ્પિન સમસ્યા હલ કરી છે. એડમ મિલ્નેના આવવાથી પેસ એટેક મજબૂત થયો છે, પરંતુ મધ્યમ ક્રમમાં એક પ્રોપર ઓલરાઉન્ડરની અછત હજુ પણ વર્તાઈ રહી છે.
RR : બેટ્સમેન : લુઆન-ડ્રે પ્રેટોરિયસ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, વૈશવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, અમન રાવ • વિકેટકીપર : ધ્રુવ જુરેલ, રવિ સિંહ • ઓલરાઉન્ડર : ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, રિયાન પરાગ, યુદ્ધવીર સિંહ • સ્પિનર અને ફાસ્ટ બોલર : રવિ બિશ્નોઈ, યશ રાજ પુણજા, વિઘ્નેશ પુથુર ફાસ્ટ બોલર: જોફ્રા આર્ચર, ક્વેના માફાકા, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, સુશાંત મિશ્રા, એડમ મિલ્ને, કુલદીપ સેન, બ્રિજેશ શર્મા...
પંજાબ કિંગ્સ (PBKS) : મજબૂત બેકઅપ
પંજાબ કિંગ્સે પોતાની કોર ટીમને મજબૂત રાખીને જરૂરિયાત મુજબના ખેલાડીઓ પર પસંદગી ઉતારી છે.
PBKS : બેટ્સમેન : હરનૂર સિંહ, નેહલ વઢેરા, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શ્રેયસ અય્યર • વિકેટકીપર : પ્રભસિમરન સિંહ, વિષ્ણુ વિનોદ • ઓલરાઉન્ડર : અઝમતુલ્લા ઓમરઝાઈ, બેન ડ્વાર્શુઈસ, કુપર કોનોલી, હરપ્રીત બ્રાર, માર્કો જેન્સેન, માર્કસ સ્ટોઈનિસ, મિશેલ ઓવેન, મુશીર ખાન, શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે • સ્પિનર અને ફાસ્ટ બોલર : પ્રવીણ દુબે, યુઝવેન્દ્ર ચહલ ફાસ્ટ બોલર: અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, વૈશાખ વિજયકુમાર, વિશાલ નિષાદ, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર...
આ પણ વાંચો : IPLમાં આ સ્ટાર ખેલાડીને 16.75 કરોડનું નુકસાન
દિલ્હી કેપિટલ્સ (DC) : બેટિંગમાં ઘણા વિકલ્પો
દિલ્હી કેપિટલ્સ પાસે પૃથ્વી શો, નીતીશ રાણા અને ડેવિડ મિલર જેવા ખેલાડીઓ સાથે બેટિંગમાં ઘણા વિકલ્પો છે. મિચેલ સ્ટાર્કની હાજરી બોલિંગ વિભાગને મજબૂત કરે છે.
DC : બેટ્સમેન : પૃથ્વી શો, કરુણ નાયર, નીતિશ રાણા, પથુમ નિસાંકા, આશુતોષ શર્મા, ડેવિડ મિલર, સમીર રિઝવી, સાહિલ પરાખ • વિકેટકીપર : કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, બેન ડકેટ • ઓલરાઉન્ડર : અક્ષર પટેલ, વિપ્રરાજ નિગમ, કાઈલ જેમીસન, આકિબ નબી, માધવ તિવારી, ટી વિજય, અજય મંડલ • સ્પિનર અને ફાસ્ટ બોલર : કુલદીપ યાદવ ફાસ્ટ બોલર: મિશેલ સ્ટાર્ક, મુકેશ કુમાર, ટી નટરાજન, લુંગી એન્ગીડી, દુષ્મંથા ચમીરા...
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) : ફિનિશરની ખોટ
લખનૌ માટે ડેવિડ મિલર બાદ કોઈ ભરોસાપાત્ર ફિનિશર દેખાતો નથી. વધુમાં, જોશ ઇંગ્લિસ આખી સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં અને મુખ્ય ફાસ્ટ બોલરોની ઇજાની સમસ્યા ટીમને નડી શકે છે.
LSG : બેટ્સમેન : અબ્દુલ સમદ, આયુષ બદોની, મેથ્યુ બ્રીટ્ઝકે, હિંમત સિંહ, એડન માર્કરામ, અક્ષત રઘુવંશી • વિકેટકીપર : રિષભ પંત, નિકોલસ પૂરન, જોશ ઈંગ્લિસ, મુકુલ ચૌધરી • ઓલરાઉન્ડર : અર્શિન કુલકર્ણી, વાનિન્દુ હસરંગા, મિશેલ માર્શ, શાહબાઝ અહમદ • સ્પિનર અને ફાસ્ટ બોલર : દિગ્વેશ રાઠી, એમ સિદ્ધાર્થ ફાસ્ટ બોલર: આકાશ સિંહ, આવેશ ખાન, મોહમ્મદ શમી, મોહસીન ખાન, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ, અર્જુન તેંડુલકર, મયંક યાદવ, નમન તિવારી...









