Top 10 Most Expensive Players in IPL : આઈપીએલની આગામી સિઝન એટલે કે IPL-2026 માટે આજે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ઓક્શન યોજાયું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાનો ખેલાડી કેમરન ગ્રીન આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ રૂ.2 કરોડ હતી, પરંતુ તેનું 13 ઘણી વધુ કિંમતે ઓક્શન થયું છે.
કેમરોન ગ્રીને માટે ફ્રેન્ચાઈઝીએ ખોલ્યો ખજાનો
ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રીને ભૂલથી બેટરોના સેટમાં નામ નોંધાવ્યું હતું. આ દરમિયાન તેની બોલી બોલાતાં જ ચાર ફેન્ચાઈઝીઓએ તેને ખરીદવા માટે ખજાનો ખોલી નાખ્યો હતો. પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે સ્પર્ધા જામી, પછી KKRએ એન્ટ્રી કરી, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) પણ કેમરોનને ખરીદવામાં રસ દાખવ્યો. આ દરમિયાન કેકેઆર અને સીએસકે વચ્ચે જોરદાર બોલી જામી હતી, અંતે કેકેઆરની ટીમ કેમરનને ખરીદવામાં સફળ થઈ હતી. આ સાથે જ કેકેઆરને આંદ્રે રસેલનો રિપ્લેમેન્ટ મળીગયો હતો. રસેલે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
આ પણ વાંચો : 'બધા સુખ બતાવી દીધા, કશું નથી જોઈતું', પ્રેમાનંદ મહારાજને સાંભળી વિરાટ-અનુષ્કા ભાવુક
કેમરોન ગ્રીનનો IPL ઈતિહાસ
કેમરોન ગ્રીન 2023માં મુંબઈ ઈન્ડિયન તરફથી રમ્યો હતો. આ દરમિયાન 16 મેચમાં સાત વખત નોટઆઉટ રહી કુલ 452 રન નોંધાવ્યા હતા. તેણે MI તરફથી રમીને એક વખત સદી અને બે વખત અડધી સદી ફટકારી હતી. 2023માં તેણે કુલ 22 સિક્સ અને 40 ફોર ફટકારવાની સાથે પાંચ કેસ પણ કર્યા હતા. આ ઉપરાંત બોલિંગમાં તેણે કુલ 6 વિકેટ ખેરવી હતી.
ત્યારબાદ તે 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં હતા, જેમાં તેણે 13 મેચમાં 12 ઈનિંગ રમી ચાર વખત નોટઆઉટ રહી કુલ 255 રન નોંધાવ્યા હતા. તેણે કુલ 12 ઈનિંગમાં 10 સિક્સ અને 12 ફોર ફટકારી હતી અને કુલ પાંચ કેચ ઝડપ્યા હતા. આ ઉપરાંત બોલિંગમાં તેણે કુલ 10 વિકેટ ખેરવી હતી.
IPLના ઈતિહાસમાં 10 સૌથી મોંઘા ખેલાડી
|
ક્રમ |
ખેલાડીનું નામ |
કિંમત |
ટીમ |
દેશ-વિદેશ |
|
1 |
ઋષભ પંત |
27 કરોડ |
લખનઉ સુપર જાયન્ટ્સ |
ભારત |
|
2 |
શ્રેયસ ઐયર |
26.75 કરોડ |
પંજાબ કિંગ્સ |
ભારત |
|
3 |
કેમરન ગ્રીન |
25.20 કરોડ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
વિદેશ |
|
4 |
મિચેલ સ્ટાર્ક |
24.75 કરોડ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
વિદેશ |
|
5 |
વેંકટેશ ઐયર |
23.75 કરોડ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
ભારત |
|
6 |
હેનરિક ક્લાસેન |
23 કરોડ |
સનરાઇઝર્સ હૈદરાબાદ |
વિદેશ |
|
7 |
વિરાટ કોહલી |
21 કરોડ |
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ |
ભારત |
|
8 |
નિકોલસ પૂરન |
21 કરોડ |
લખનઉ સુપર જાયન્ટ્સ |
વિદેશ |
|
9 |
પેટ કમિન્સ |
20.50 કરોડ |
સનરાઇઝર્સ હૈદરાબાદ |
વિદેશ |
|
10 |
સેમ કરન |
18.50 કરોડ |
પંજાબ કિંગ્સ |
વિદેશ |
આ પણ વાંચો : રોહિત અને વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી! અગરકર-ગંભીરનું તમામ ખેલાડીઓને નવું ફરમાન


