World

તુર્કીનાં યુધ્ધ વિમાનો સતત ત્રણ દિવસ સુધી પાકિસ્તાન પહોંચી રહ્યાં છે : તે પાછળ મુનીરની ગણત્રી શી હશે ?

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
તુર્કી એરફોર્સના C-130 વિમાનો 19 થી 21 ઓગસ્ટ દરમિયાન પાકિસ્તાનના નૂરખાન અને મસરૂર એરબેઝ પર ઉતર્યા હતા. આ વિમાનોમાંથી બહુવિધ ક્ષમતાવાળા ડ્રોન અને S-Q શ્રેણીની એર ડિફેન્સ સિસ્ટમ ઉતારવામાં આવી હતી. આર્થિક ભીંસ છતાં, પાકિસ્તાન અબજો ડોલરના ખર્ચે યુદ્ધ સામગ્રી એકત્રિત કરી રહ્યું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તુર્કીનાં યુધ્ધ વિમાનો સતત ત્રણ દિવસ સુધી પાકિસ્તાન પહોંચી રહ્યાં છે : તે પાછળ મુનીરની ગણત્રી શી હશે ?
  • તુર્કી એરફોર્સના સી-130 વિમાનો ઓગસ્ટ 19 થી 21 દરમિયાન પાકિસ્તાનના નૂરખાન અને મસરૂર એરબેઝ પર પહોંચી રહ્યાં હતાં

નવી દિલ્હી : તૂર્કી એરફોર્સનાં વિશાળ માલવાહક યુધ્ધ વિમાનો સી-૧૩૦ હરકયુલસ તા. ૧૯-૨૦-૨૧ તેમ સતત ત્રણ દિવસ રાવલપિંડી પાસેના નૂરમાન, યુધ્ધ વિમાન મથક અને કરાચી પાસેના મસરૂર વિમાન મથકે ઉતરી રહ્યા હતાં અને તેમાંથી બહુવિધ ક્ષમતા ધરાવતા ડ્રોન વિમાનો તથા એર ડીફેન્સ સીસ્ટીમ્સ ઉતારી હતી. આ વિમાનોએ એસ-કયુ સીરીઝની એર ડીફેન્સ સીસ્ટીમ પણ તે વિમાન મથકોએ ઉતારી હતી.
પાકિસ્તાન તેના માનવ રહિત વિમાનોના કાફલાને વિસ્તારી રહ્યું છે. તે સંદર્ભે આ ડ્રોન વિમાનો સાથે અન્ય શસ્ત્ર સામગ્રીઓ પણ તે મેળવી રહ્યું છે.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાન અત્યારે અસામાન્ય આર્થિક ભીંસ અનુભવી રહ્યું છે તેમ છતાં તે આટલા મોટા પ્રમાણમાં ડ્રોન તથા અન્ય યુધ્ધ વિમાનો જેવા કે ચીની બનાવટના યુધ્ધ વિમાનોની પણ મોટા પાયે ખરીદી કરી હતી.
તૂર્કી પાકિસ્તાનને તેનું મેજર ડીફેન્સ પાર્ટનર માને છે. પાકિસ્તાનને તેણે આપેલી મહત્વની એર ડીફેન્સ સીસ્ટીમ - બૈરાકતર ટીવન્ટ, એર ડીફેન્સ સીસ્ટીમ પણ સમાવિષ્ટ છે.
પાકિસ્તાનના સર્વેસર્વા બની રહેલા ફીલ્ડ માર્શલ આસીમ મુનીર પાકિસ્તાનની ભાંગી પડેલી આર્થિક વ્યવસ્થા, અનાજથી શરૂ કરી જીવન જરૂરિયાતની તમામ ચીજોના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે પણ તેમણે અબજો ડોલરના ખર્ચે યુધ્ધ માટેના સાધનો એકત્રિત કરી રહ્યું છે. કોની સામે તે વપરાશે તે જાણવું મુશ્કેલ નથી. પૂર્વમાં ભારત પશ્ચિમે અફઘાનિસ્તાન. ભારત તેનું મુખ્ય નિશાન છે. ભારત પણ સજાગ છે.